બ્રિટન અને અમેરિકામાં નવા વેરિએન્ટ પગપેસારો…શું ભારતમાં ફરી કોરોનાનો ખતરો ? જાણો શું છે વિગત
કોરોનાની યાદ આવતા લોકોને એ ભયાનક ભૂતાવળ યાદ આવી જાય છે. હાલ દુનિયામાં કોરોના મામલે શાંતિ છે. ત્યાં બ્રિટનમાં ફરી એકવાર કોરોના નવો વેરીએન્ટ એરીસ પોતાના પગ પ્રસારી રહ્યો છે. વિશેષજ્ઞોએ તૈનાથી સાવધ રહેવાની ચેતવણી આપી છે.
Corona: કોરોના રોગચાળાને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ આ virusનો ખતરો હજુ પણ ટળ્યો નથી. દર થોડા મહિના પછી, વિશ્વના એક યા બીજા દેશમાં કોરોનાના કેસ વધવા લાગે છે. ત્યારે આ વખતે પણ એવું જ થઈ રહ્યું છે. અમેરિકા અને બ્રિટનમાં કોરોનાનો ગ્રાફ ઉંચો ઉઠવા લાગ્યો છે. અમેરિકામાં ત્રણ અઠવાડિયા અને બ્રિટનમાં બે અઠવાડિયાથી કોવિડના કેસમાં વધારો જોવા મળતા લોકોની ચિંતા ફરી વધી છે.
