પાકિસ્તાનમાં એક દિવસમાં પાંચ આતંકવાદી હુમલા
હેડિંગ
કુલ 17 સૈનિકો અને પાંચ નાગરિકોના મોત
એર બેઝ પર આતંકી ત્રાટક્યા ગવાદરમાં 14 સૈનિકોના મોત
પાકિસ્તાનમાં શુક્રવારની રાત અને શનિવારે સવારે થયેલા અલગ અલગ પાંચ આતંકવાદી હુમલામાં 17 સૈનિકો અને પાંચ નાગરિકોના મૃત્યુ થયા હતા.
શનિવારે વહેલી સવારે પાકિસ્તાન એરફોર્સના મીઆનવાલી ટ્રેનિંગ એરબેઝ ઉપર છ આતંકવાદીઓ ત્રાટક્યા હતા. આ હુમલામાં એર બેઝ પર પડેલા ઓછામાં ઓછા ત્રણ વિમાનો સળગી ગયા હતા. એ ઉપરાંત એક ઇંધણની ટાંકી પણ સળગી ઊઠતા સમગ્ર એરવબેઝ વિકરાળ વગર જ્વાળાઓમાં સપડાઈ ગયો હતો. ત્રણ આતંકવાદીઓ એર બેઝમાં પ્રવેશ કરે એ પહેલા જ ઠાર મારવામાં આવ્યા હોવાનો પાક સેનાએ દાવો કર્યો હતો. જ્યારે બીજા ત્રણ આતંકવાદીઓ સાથે મોડે સુધી એનકાઉન્ટર ચાલુ રહ્યું હતું. આ હુમલાની જવાબદારી તહેરિક એ તાલીબાન પાકિસ્તાન સાથે સંકળાયેલા તહેરીક એ જીહાદ પાકિસ્તાન નામના સંગઠનને લીધી હતી. નોંધનીય છે કે તહેરિક એ તાલીબાન પાકિસ્તાન ના આતંકીઓ અફઘાનિસ્તાનમાંથી લગાતાર પાકિસ્તાન ઉપર હુમલા કરતા રહ્યા છે હાલમાં પાકિસ્તાને અફઘાન શરણાર્થીઓને પરત મોકલવાનું શરૂ કર્યા બાદ તુરત જ થયેલા આ હુમલાને ખૂબ સૂચક માનવામાં આવે છે અને હજુ પણ આતંકવાદી હુમલાઓ વધશે તેવો ભય સેવાઈ રહ્યો છે.
ગવાદરમાં 14 સૈનિકોની લોથ ઢળી ગઈ
બલુચિસ્તાનમાં આતંકવાદીઓ કઈ હતી બેફામ અને બેકાબૂ બની ગયા છે તેનું વધુ એક દ્રષ્ટાંત શુક્રવારે સાંજે મળ્યું હતું. આતંકીઓએ ગવાદરમાં આર્મીના જવાનોને લઈને જતા બે વાહનો ઉપર હુમલો કરી 14 જવાનોને મારી નાખ્યા હતા. આ વાહનો પાસની થી દરિયાકાંઠાના ઓરમારા વિસ્તારમાં જઈ રહ્યા હતા ત્યારે અગાઉથી તૈયાર બેઠેલા આતંકવાદીઓ ત્રાટક્યા હતા.
એક પછી એક શ્રેણીબદ્ધ હુમલા
ગવાદરમાં હુમલો થયો તેની થોડી કલાકો પહેલા જ ડેરા ઈસ્માઈલી ખાનમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા હતા. કુલાચી તેહસીલમાં પોલીસ અને સશસ્ત્ર દળના વાહનો ઉપર આતંકીઓએ અંધાધુંધ ગોળીઓબવરસાવી હતી. એ ઘટનામાં પાંચ નાગરિકોના મૃત્યુ થયા હતા અને અન્ય ચોવીસને ઇજા પહોંચી હતી. આ ઘટના બની તેની થોડીક મિનિટો પહેલાં જ હાથલા વિસ્તારમાં આતંકીઓએ એક સૈનિક ને મારી નાખ્યો હતો.ડેરા ઈસ્માઈલિયા અને લકી મારવામાં આતંકીઓ સાથેના એનકાઉન્ટરમાં વધુ બે સૈનિક માર્યા ગયા હતા.