પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી શાહિદ લતીફ પાકિસ્તાનમાં જ ઠાર
ભારત માટે મોસ્ટ વોન્ટેડ હતો, સિયાલકોટમાં ગોળીઓથી અજાણ્યા શખ્સોએ વીંધી નાખ્યો
પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. શાહિદ પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેના પર ગોળીઓ વરસાવી હતી.
એનઆઈએએ યુએપીએ હેઠળ શાહિદ સામે કેસ દાખલ કર્યો હતો અને તે પહેલાંથી જ ભારત સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો. અગાઉ પણ અનેક આતંકીઓની પાકિસ્તાનમાં હત્યા કરાઈ હતી. છેલ્લા ઘણા સમયથી ભારતને તેની તલાશ હતી.
આતંકનું પુસ્તક કહેવાતા એજાજ અહેમદ અહંગરની 22 ફેબ્રુઆરી 2023ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં હત્યા કરાઈ હતી. ભારતમાં આઈએસને ફરી શરૂ કરવાના પ્રયાસ કરી રહેલો એજાજ અલ કાયદાના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો હતો.