ચેટ જીપીટીમાં કેવા થયા ફેરફાર ? વાંચો
મૂળ ભારતીય મીરાએ ટેસ્લા કાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
ચેટ જીપીટીના સીઈઓપદેથી સેમ ઓલ્ટમેનને કંપનીએ હટાવી દીધાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. એમના સ્થાને મૂળ ભારતીય મીરા મૂર્તિને કંપનીની જવાબદારી સોંપવામાં આવી છે. તે વચગાળાના સીઈઓ તરીકે કંપની સંભાળશે. મીરાએ 2018માં ટેસ્લા કંપની છોડ્યા પછી ઓપન એ આઈમાં મૂળ કંપનીમાં જોડાઈને સારી કામગીરી કરી હતી.
ઓપન એઆઈએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીએ તેના સહ-સ્થાપક સેમ ઓલ્ટમેનને બરતરફ કરી દીધા છે. કંપનીના બોર્ડે શોધી કાઢ્યું હતું કે સેમ બોર્ડ સાથે વાતચીત કરવામાં સતત બેદરકારી દાખવતો હતો. કંપનીએ તેની વેબસાઈટ પર લખ્યું કે, અમે ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મૂર્તિને વચગાળાના CEO તરીકે નિયુક્ત કરી રહ્યા છીએ. અમે આ પદ સંભાળવા માટે કાયમી CEOની પણ શોધ કરી રહ્યા છીએ.
મીરાની નિમણૂકના આધારે પ્રશ્નોના જવાબમાં ઓપન એઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, મીરાનો લાંબો કાર્યકાળ અને AI ગવર્નન્સ અને પોલિસીમાં તેમનો અનુભવ તેમજ કંપનીના તમામ પાસાઓ સાથેના તેમના જોડાણને જોતાં બોર્ડ માને છે કે તે લાયક છે.
મીરાનો જન્મ 1988માં અલ્બેનિયામાં થયો હતો. ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના માતા-પિતા ભારતીય મૂળના છે. તેણે કેનેડામાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે મિકેનિકલ એન્જિનિયર છે. ટેસ્લામાં કામ કરતી વખતે તેણે મોડલ એક્સ ટેસ્લા કાર તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.