‘ચંદ્રયાન’ની નજીક સફળતાપૂર્વક લેન્ડ થયું અમેરિકાનું પ્રથમ પ્રાઈવેટ સ્પેસક્રાફ્ટ Odysseus
અમેરિકાની પ્રાઈવેટ કંપની ઇન્ટ્યુટિવ મશીન્સનો રોબોટિક સ્પેસક્રાફ્ટ ઓડિસિયસ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ થયુ છે. લગભગ 50 વર્ષ પછી રોબોટિક સ્પેસક્રાફ્ટ ઓડિસિયસ ચંદ્ર પર ધરતી પર ઉતર્યું છે. ચંદ્રની ધરતી પર લેન્ડ થનાર આ સ્પેસક્રાફ્ટનું નામ ઓડિસિયસ અથવા ઓડી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ છ પગવાળો રોબોટ લેન્ડર ભારતીય સમયપ્રમાણે શુક્રવારે સવારે 4.30 વાગ્યે ચંદ્રના સાઉથ પોલ પાસે માલાપર્ટ એ નામના ક્રેટરમાં લેન્ડ થયો.આ સ્પેસક્રાફ્ટ 50 વર્ષ કરતાં વધુ વર્ષોમાં આ ઉપલબ્ધિ મેળવનાર પ્રથમ અમેરિકી સ્પેસક્રાફ્ટ બન્યું છે. છેલ્લે 1972માં એપોલો મિશન બાદ અમેરિકમાં બનેલ સ્પેસક્રાફ્ટ ચંદ્રની સપાટી પર ઉતર્યું છે.
ઇન્ટ્યુટિવ મશીન્સ (IM) – નોવા પાછળનું વ્યાપારી સાહસ-સી લેન્ડર-ચંદ્રની ધરતી પર સફળ લેન્ડ કરનાર પ્રથમ પ્રાઈવેટ કંપની બની ગઈ છે. અહીંયા જ ચંદ્રના સાઉથ પોલ પર ભારતનું ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડર ઉતર્યું હતું. ઓડીસિયસની લેન્ડિંગ પહેલા નેવિગેશન સિસ્ટમમાં કેટલીક ખામી સર્જાઈ હતી. તેમ છતાં તેની લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
નાસા પાસેથી મળતી માહિતી પ્રમાણે, સ્પેસક્રાફ્ટની સ્પીડ લેન્ડિંગ પહેલા વધી હતી. જેના કારણે ઓડીસિયસે ચંદ્રનો વધારાનો એક રાઉન્ડ લગાવ્યો હતો. એક રાઉન્ડ વધતા લેન્ડિંગના સમયમાં ફેરફાર થયો હતો. અગાઉ, આ સ્પેસક્રાફ્ટ ભારતીય સમય પ્રમાણે, સવારે 4.20 વાગ્યે સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું.