ગાઝામાં શાળા,મસ્જિદો,એમ્બ્યુલન્સોઅને સોલાર પેનલ પર પણ બોમ્બવર્ષા
સ્કૂલ પરના હુમલામાં 20 ના કરુણ મોત
ઇઝરાયલે એક શાળા પર કરેલા હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત 20 લોકોના મૃત્યુ થયા હતા. યુદ્ધના 29 માં દિવસે ઈઝરાયલે જમીની અને હવાઈ હુમલા વધુ તેજ બનાવીને આમ પણ પડીને પાધર થઈ ગયેલા ગાઝામાં વધુ વિનાશ કર્યો હતો. શનિવારે ઇઝરાયલે દક્ષિણ ગાજા ઉપર પણ ટાર્ગેટેડ એટેક કર્યા હતા.
ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર જબાલીયા રેફ્યુજી કેમ્પમાં આવેલ અલ ફકુરા સ્કૂલ સહિતની સ્કૂલોમાં 40,000 થી વધારે લોકો શરણાર્થી તરીકે આશરો લઈ રહ્યા છે. એ શાળાઓ ઉપર ઇઝરાયેલ એ બોમ્બ મારો કરતા 20 માનવ જિંદગી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. હુમલો થયો ત્યારે એ શાળામાં માત્ર બાળકો અને મહિલાઓ જ હતા. ઇઝરાયલે શરણાર્થીઓના આશ્રય સ્થાન સમી શાળાઓ ઉપર હુમલા કરી અને ફરી એક વખત લોકોને ગાઝા છોડી જવાની ચેતવણી આપી હતી. શુક્રવારે રાત્રે ઇઝરાયલે દક્ષિણ ગાઝામાં અલી બિન અલી તાલીબ અને અલ ઇસ્તીજબાહ મસ્જિદોને બોંબ મારો કરી જમીનદોસ્ત કરી દીધી હતી.
એમ્બ્યુલન્સ પરના હુમલામાં 15 ના મોત
ગાઝા સિટીમાં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ ઉપર પણ ઈઝરાયેલ એ બોમ્બ વરસાવતા 15 લોકોના મૃત્યુ થયા હતા. ઇઝરાયલે આ હુમલાઓ હમાસના આતંકવાદીઓને મારવા માટે કર્યા આવવાનો બચાવ કર્યો હતો.
સોલાર પેનરો પણ સલામત નહીં
ઇઝરાયલેક વીજ પુરવઠો અટકાવી દીધા બાદ ગાઝાના લોકો સોલાર પેનલ અને જનરેટર આધારિત થઈ ગયા છે પણ ઇઝરાયલે હવે સોલાર પેનલોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આ હુમલાઓને કારણે એટલો ભાઈ ફેલાયો છે કે લોકો પોતાના છત ઉપરથી સોલાર પેનલ ઉતારવા લાગ્યા છે.
વેસ્ટ બેંકમાં લગાતાર હુમલા
ઇઝરાયેલ કબજાગ્રસ્ત વેસ્ટ બેંકમા પેલેસ્ટેનિયન નાગરિકો પર હુમલાઓ અટકવાનું નામ નથી લેતા. માનવ અધિકાર સંગઠનોના જણાવ્યા અનુસાર રસ્તા ઉપર જઈ રહેલા નિર્દોષ નાગરિકો અને વૃદ્ધોને પણ કોઈપણ જાતના કારણ વગર ઇઝરાયેલી સૈનિકો મારી નાખે છે. અત્યાર સુધીમાં વેસ્ટ બેંકમાં 41 બાળકોના મૃત્યુ થયા છે.
યુ એન એજન્સીઓ પણ નિશાન ઉપર
ગાજાના 8.90 લાખ શરણાર્થીઓને સાચવતી યુએન એજન્સીઓની વિવિધ ઇમારતો તેમજ શરણાર્થી કેમ્પ ઉપર પણ ઈઝરાયેલ એ બોમ્બમારો ચાલુ રાખ્યો છે. યુનાઇટેડ નેશનના જણાવ્યા મુજબ તેની સાથે સંકળાયેલી સેવાકીય એજન્સીઓના 72 કર્મચારીઓના અત્યાર સુધીના ઇઝરાયેલી હુમલામાં મૃત્યુ થયા છે.