ઈમરાન અને આઈએસઆઈ વચ્ચે શું થયું ? વાંચો
પાકમાં નવા ખેલ થઈ શકે, હજુ સરકાર બનાવવા માટે હવાતિયાં
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
પાકિસ્તાનમાં ચુંટણી બાદ હજુ પણ સરકાર બનાવવા માટે પક્ષો હવાતિયાં મારી રહ્યા છે અને કોઈનું ગોઠવાતું નથી ત્યારે ઘટનાક્રમથી પરિચિત લોકોએ મીડિયાને એવી માહિતી આપી હતી કે નવાઝ શરીફને કદાચ પીએમ પદના સપના છોડવા પડશે. નવી જ સ્થિતિ આકાર લેતી દેખાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મૌજબ ઈમરાન ખાન અને આઈએસઆઈ વચ્ચે સોદો થઈ ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આઈએસઆઈના અધિકારીઓએ જેલમાં જઈને ઈમરાન ખાન સાથે બેઠક કરી હતી. બંને વચ્ચે એક સોદો થયો હતો ત્યારબાદ ઈમરાન ખાને પીએમ પદ માટે પોતાની પાર્ટીના નેતા ઉમર અયુબનું નામ જાહેર કર્યું હતું.
આઈએસઆઈ એમ માને છે કે પીટીઆઈને સંભાળવી મુશ્કેલ બનશે અને આંતરરાષ્ટ્રીય દબાણ સામે તકલીફ પડી શકે છે. આ માટે જ એમણે ઈમરાન ખાનને મનાવવાનો પ્રયાસ કર્યો હતો અને બંને વચ્ચે સોદો થયો હતો. જો કે શું વાત થઈ છે તે બારામાં કોઈ વિસ્તૃત વિગતો બહાર આવી નથી.
ઈમરાન કહાની પાર્ટીના હજારો કાર્યકરોના રોજના દેખાવો અને વિરોધની ઝુંબેશ સામે બળપ્રયોગ કરી શકાય એમ નથી તે હકીકત પણ અધિકારીઓના ધ્યાન પર આવી હતી. હવે આગામી દિવસોમાં નવા ધડાકા થઈ શકે છે તેમ માનવામાં આવે છે.