અમેરિકાનો લોહિયાળ રાજકીય ઇતિહાસ અત્યાર સુધીમાં ચાર પ્રમુખોની હત્યા થઈ છે
52 વર્ષ બાદ અમેરિકાના પ્રમુખ પદના ઉમેદવાર પર હુમલો
પ્રમુખો અને પ્રમુખ પદના ઉમેદવારો પર હુમલાની 15 ઘટના
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની ઘટનાએ વિશ્વમાં ચિંતાની લાગણી પ્રસરાવી છે પરંતુ અમેરિકામાં આવી ઘટના પ્રથમ વખત નથી બની. અમેરિકાનો રાજકીય ઇતિહાસ રક્ત રંજિત છે. અત્યાર સુધીમાં અમેરિકાના ચાર પ્રમુખો હત્યાનો ભોગ બન્યા છે અને પ્રમુખો અથવા તો પ્રમુખ પદના ઉમેદવારો પર જીવલેણ હુમલની 15 ઘટનાઓ બની છે.
1964 થી 1917 ના દાયકામાં તો સતત ત્રણ ચૂંટણીમાં હુમલાના બનાવો બન્યા હતા અને તેમાં બે તત્કાલીન પ્રમુખો માર્યા ગયા હતા અને એકને ગંભીર ઇજા પહોંચી હતી.
1972માં પ્રમુખ પદના ઉમેદવાર ગવર્નર જ્યોર્જ સી. વાલેક વોશિંગ્ટનના એક શોપિંગ સેન્ટરમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર થયો હતો. ગંભીર રીતે ગવાયેલા ગવર્નર જ્યોર્જની બાકીની જિંદગી વ્હીલ ચેર ઉપર પસાર થઈ હતી અને એ જ હાલતમાં તેમનું 1992 માં મૃત્યુ થયું હતું.
અબ્રાહમ લિંકન ની ઘટના અમેરિકાના સૌથી વધુ લોકપ્રિય પ્રમુખ તરીકે થાય છે. 14 મી એપ્રિલ 1865 ના રોજ તેઓ વોશિંગ્ટન ના ફોલ્ડ થિયેટરમાં નાટક જોઈ રહ્યા હતા ત્યારે રાત્રે 10 15 વાગ્યે વાઇક્સ બુથ નામના માણસે થિયેટરમાં પાછળના ભાગેથી તેમના માથામાં ગોળી ધરબી દીધી હતી. લિંકનની હત્યાએ સમગ્ર વિશ્વને ધ્રુજાવી દીધું હતું.
અમેરિકાના ફરજ પરના પ્રમુખની હત્યાની બીજી ઘટના 1881 માં બની હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ જેમ્સ ગારફિલ્ડે પદ સંભાળિયાને હજુ ચાર મહિના થયા હતા ત્યારે બીજી જુલાઈના રોજ તેઓ ઇંગ્લેન્ડ જવા માટે બાલમોર રેલવે સ્ટેશન પર ટ્રેનની પ્રતીક્ષામાં હતા ત્યારે ચાર્લ્સ ગુઈટો નામના શખ્સે તેમની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. ગંભીર રીતે ઇજા પામેલા રાષ્ટ્રપતિને અઢી મહિના સુધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ અંતે 19 સપ્ટેમ્બરે તેમનું મૃત્યુ થયું હતું.
અમેરિકા હિંસા અને રાજકીય હિંસાનો કલંકિત ઇતિહાસ ધરાવે છે.1901 માં 36 સપ્ટેમ્બરે તત્કાલીન રાષ્ટ્રપતિ વિલિયમ મેક કિન્નલી એક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બફેલોમાં લોકો સાથે હાથ મિલાવતા હતા ત્યારે લીયોના નામના માણસે તેમને બે ગોળીઓ ધર્બી દીધી હતી. તેમાંથી એક ગોળી પેટમાં ઘૂસી જતા તેમને ગેંગરીન થઈ ગયું હતું અને આઠ દિવસથી સારવાર 14 સપ્ટેમ્બર ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.
આવી ઘટનાઓની યાદી ખૂબ મોટી છે.
1963 ની 22મી નવેમ્બરે તત્કાલીન રાષ્ટ્રપતિ જહોન એફ કેનેડીની પણ હત્યા થઈ હતી. તેઓ બીજી વખત ચૂંટણી લડી રહ્યા હતા. ડલાસમાં એક કાર્યક્રમ બતાવ્યા બાદ તેઓ પત્ની જેકલીન સાથે ખુલી લિમોઝિન કારમાં બેસી લોકોનું અભિવાદન રહ્યા હતા ત્યારે અજાણ્યા શકશે તેમને બે ગોળીઓ થી વિનંતી રાખ્યા હતા. કેનેડીને માથા અને ગરદનમાં ગોળી વાગી હતી અને કારમાં જ તેમનું મૃત્યુ થયું હતું.
1968 માં તેમના ભાઈ અને પ્રમુખ પદના ઉમેદવાર રોબોટ એફ કેનેડી લોસ એન્જેલસમાં આવેલી એમ્બેસેડર હોટલમાં ભાષણ કરી રહ્યા હતા ત્યારે તેમની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 1981 ની 30 મી માર્ચે તત્કાલીન પ્રમુખ રોનાલ્ડ રીગન વોશિંગ્ટન ડીસી માં ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર જોન ડિંકલે નામના ઈસમે ગોળીબાર કર્યો હતો.ગોળી તેમની બુલેટ પ્રુફ ગાડી ના કાચ સાથે અથડાઈ અને છાતીમાં ઘૂસી ગઈ હતી. જોકે તેમનો બચાવ થઈ ગયો હતો.