ડોનાલ્ડ ટ્રમ્પ મુસીબતમાં, કોર્ટમાં અરજી દ્વારા શું માંગણી કરી ? વાંચો
પોર્ન સ્ટાર કેસમાં સુનાવણી સહિતની કાર્યવાહી અટકાવી દેવા અદાલત સમક્ષ માંગણી
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મુસીબતમાં છે. પોર્ન સ્ટારને રૂપિયા આપવા અંગેના કેસમાં તેઓ ફસાયા છે અને હવે એમના વકીલોએ હાલમાં આ કેસની સુનાવણી અટકાવવા માટે અદાલતમાં અરજી કરી છે. આ કેસમાં હાલ તુરત કાર્યવાહી રોકવાની માંગ કરવામાં આવી છે.
સાથોસાથ આવતા મહિને થનારી સજા આપવાની કાર્યવાહી પણ અટકાવી દેવાની માંગણી કરાઇ છે. આ કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે રોકવાની દાદ માંગવામાં આવી છે. આ પહેલા ટ્રમ્પ દ્વારા એક સંઘીય અદાલતને દરમિયાનગીરી કરવાની અરજી કરવામાં આવી હતી.
ટ્રમ્પના વકીલોએ આ કેસની સુનાવણી કરી રહેલા જજ સમક્ષ એવી માંગણી કરી હતી કે 18 સપ્ટેમ્બરે ટ્રમ્પને સજા આપવાની તારીખને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દેવામાં આવે. આ પહેલા એવી દલીલ પણ થઈ હતી કે પૂર્વ પ્રમુખોને આવી કાર્યવાહીમાં છૂટ અંગેના સુપ્રીમ કોર્ટના હુકમની પણ અવગણના થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેનહટ્ટનની કોર્ટે 2016 માં રાષ્ટ્રપતિ પદની ચુંટણી પહેલા પોર્ન સ્ટારને ગુપ્ત રીતે રૂપિયા આપવા અંગેના કેસમાં ટ્રમ્પને દોષિત જાહેર કર્યા હતા. 34 આરોપો હેઠળ કોર્ટે આ ફેસલો આપ્યો હતો.