ઉનાળામાં રાત્રે શા માટે ન્હાવું જોઈએ ?
સામાન્ય રીતે આપણા દેશ ભારતમાં મોટાભાગના લોકો સવારે સ્નાન કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે સૂતા પહેલા સ્નાન કરવું સારું છે. આ બધા ઉપરાંત ઘણા લોકો નહાવાને લઈને પણ અનિયમિત હોય છે. એટલે કે જ્યારે લોકોનું મન હોય ત્યારે તેઓ તે સમયે સ્નાન કરવાનું વધુ સારું માને છે.
સવારે નહાવાથી કોઇ ફાયદા થાય છે?
હેલ્થ એક્સપર્ટ્સના મતે, સવારનું સ્નાન તમને તમારા દિવસની શરૂઆત તાજગીથી કરવામાં મદદ કરી શકે છે. એટલે કે જો તમે સવારે ઉઠીને સ્નાન કરો છો, તો તેનાથી તમે આખો દિવસ તાજગી અને સ્ફૂર્તિ અનુભવો છો.
રાત્રે નહાવાથી શું ફાયદા થાય છે?
ઉપરાંત જો રાત્રે નહાવાની વાત કરીએ તો તેને સ્વચ્છતા સાથે જોડવામાં આવે છે. આખો દિવસ ધૂળ અને માટીના સંપર્કમાં આવવાથી આપણું શરીર રાતના સમયે વધારે ગંદુ કે બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. આવી સ્થિતિમાં, દિવસ કરતાં રાત્રે સ્નાન કરવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?
હેલ્થ એક્સપર્ટ્સ એમ પણ કહે છે કે સવારે અને રાત્રે નહાવાની બાબતે સ્વચ્છતા સર્વોચ્ચ માનવામાં આવી છે. એક્સપર્ટ્સનું માનીએ તો સવાર કરતા રાત્રે સૂતા પહેલા નહાવું વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પાણીનું તાપમાન કેટલું હોવું જોઈએ?
જાણકારોનું કહેવું છે કે સમયની સાથે સાથે પાણીનું તાપમાન પણ મહત્વનું છે. જો તમે રાત્રે સ્નાન કરો છો, તો આ સમય દરમિયાન હળવા ગરમ પાણીનો ઉપયોગ વધુ ફાયદાકારક છે. સૂતા પહેલા ગરમ પાણીથી નહાવાથી તમારા શરીરની સારી રીતે સફાઈ થાય છે, એટલું જ નહીં, તેનાથી વ્યક્તિ ઝડપથી રિલેક્સ અવસ્થામાં આવી જાય છે, જેનાથી સારી ઊંઘ લેવામાં મદદ કરે છે.