હૂનો દાવો- ભારતમાં 5.8 મિલિયન લોકો હાઇ બ્લડપ્રેશરના દર્દી
હાઇ બ્લડપ્રેશર અથવા હાઇપર ટેન્શન વિશ્વમાં એક તૃતીયાંશ વસતીને પ્રભાવિત કરે છે. જો તેનો સમયસર ઇલાજ કરવામાં આવે તો 2023થી 2050 સુધી અંદાજિત 76 મિલિયન લોકોના મોતને ટાળી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર, જૂન 2023 સુધી ભારતના 27 રાજ્યોમાં અંદાજિત 5.8 મિલિયન લોકોના હાઇ બીપીનો ઇલાજ કરવામાં આવ્યો હતો.
હૂનાં રિપોર્ટ અનુસાર, વિશ્વમાં 30-79 વર્ષની ઉંમરના અંદાજિત એક તૃતીયાંશ લોકો હાઇ બ્લડપ્રેશરથી પીડિત છે જેમાંથી માત્ર 54 ટકા દર્દીઓનું નિદાન થયું છે, 42 ટકાનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે અને 21 ટકા દર્દીઓએ પોતાના હાઇ બીપીને કંટ્રોલ કર્યો છે.
હાઇ બ્લડપ્રેશરના લક્ષણો
બીપી વધવાથી છાતીમાં દુઃખાવો થાય છે જેના કારણે છાતી પર દબાણ થઇ શકે છે
હાઇ બ્લડપ્રેશરના દર્દીઓને ઘણીવાર માથાનો દુઃખાવો પણ રહે છે
હાઇ બીપીના કારણે વ્યક્તિને ચક્કર વારંવાર આવતા હોય છે
કેટલાંક કેસમાં દર્દીની દ્રષ્ટિ કમજોર થઇ શકે છે
આ સિવાય સૂકી ખાંસી અને સતત થાકનો અનુભવ થાય છે
હાઇ બ્લડપ્રેશરના ઘરેલૂ ઉપચાર
હાઇ બીપીને કંટ્રોલ કરવા માટે દર્દીને આજીવન દવાઓ પર નિર્ભર રહેવું પડે છે. પરંતુ કેટલાંક ઘરેલુ ઉપચાર અને ડાયટ છે જેને અજમાવીને બીપીને કંટ્રોલ કરી શકાય છે.
લાઇફસ્ટાઇલ અને ડાયટ
નિયમિત વ્યાયામ, યોગ અથવા જીમ કે ચાલવા જવું
ભોજન લેવાનો નિશ્ચિત સમય, ડાયટમાં ફળ, શાકભાજી, ઇંડા અને દાળ
પુરતી ઉંઘ અને તણાવને ઘટાડવા માટે ધ્યાન અને પ્રાણાયામનો અભ્યાસ કરો
નેચરલ ફૂડ્સનું વધારે માત્રામાં સેવન
લસણમાં સલ્ફર રહેલું છે જે બીપીને ઘટાડવામાં મદદ કરે છે
કાળા મરીમાં પોટેશિયમ સ્વાસ્થ્યને જાળવી રાખે છે
તુલસીના પાનનું સેવન કરવાથી હાઇ બ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય છે
હૃદયને સ્વસ્થ રાખવા ડાયટ
વિવિધ દાળ, ફળો, શાકભાજી અને સાબુત અનાજને આહારમાં સામેલ કરો, તેમાં રહેલું ફાઇબર હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ લેવાથી બ્લડપ્રેશરમાં સુધાર આવે છે. આ માટે સાલ્મન, ઉપરાંત અળસીના બીજને ડાયટમાં સામેલ કરો.