હાર્ટ એટેક આવતો અટકાવવો છે ? તો ફોલો કરો 7 નિયમ
અત્યારે નવરાત્રીના આનંદ ઉલ્લાસનાં દિવસો ચાલી રહ્યા છે પણ ઘણા લોકોને મનમાં હાર્ટ એટેકને લઈને છૂપો ડર પણ છે. સરકારે પણ આવી ઘટનાઓમાં દર્દીને ઝડપથી સારવાર મળી રહે તે માટે કેટલીક ગાઈડલાઈન બહાર પાડી છે. અગાઉના સમયમાં હાર્ટ અટેક સમસ્યા ખૂબ ઓછા લોકોમાં જોવા મળતી હતી. પરંતુ હવે છેલ્લાં એક બે વર્ષમાં હાર્ટ એટેક અથવા સ્ટ્રોક સામાન્ય બની ગયા છે. 6 વર્ષના બાળકથી લઇ 35 વર્ષના યુવાનોને પણ હરતા-ફરતાં હૃદયરોગના હુમલા આવતા હોવાના સમાચાર મળી રહ્યા છે.
હાર્ટ હેલ્થને યોગ્ય રીતે મેનેજ કરવાથી દર્દીને મદદ મળી શકે છે. આ માટે નિષ્ણાત તબીબોએ 7 નિયમોને ફોલો કરવા અનુરોધ કર્યો છે.
અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા 7 પોઇન્ટ્સની યાદી જાહેર કરવામાં આવી છે, જેને ટ્રેક અને ફૉલો કરવાથી હાર્ટને યોગ્ય રીતે સપોર્ટ કરી શકાય છે. આ સૂચી પહેલીવાર પ્રકાશિત કર્યા બાદ મેટ્રિક્સ અને હૃદયરોગના જોખમો વચ્ચે એક સુદ્દઢ સંબંધ સ્થાપિત થયો છે. ઉદાહરણ તરીકે આ નિયમોનું પાલન કરવાથી સ્ટ્રોક, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, કોરોનરી હાર્ટ ડિઝીઝ અને અન્ય હૃદય સંબંધિત જોખમોમાં રાહત મળી શકે છે.
ડોક્ટરની 7 સરળ ટિપ્સ
રિસર્ચ અનુસાર, જે લોકો 7માંથી 3-4 હેલ્ધી લેવલ મેળવી લે છે, તેઓમાં હૃદય સંબંધિત મૃત્યુનું જોખમ 50 ટકાથી પણ વધુ ઓછું રહે છે. એક વાર તમે આ જોખમ ઇન્ડિકેટર્સની તપાસ કરી લેશો, તો હૃદયરોગના વિકાસની સંભાવના ઘટી જાય છે.
ધુમ્રપાન છોડો
રેગ્યુલર સ્મોકિંગ કરતા હોવ તો તેને છોડ્યા બાદ પ્રથમ 5 વર્ષમાં જ કોરોનરી આર્ટરી ડિઝીઝનું જોખમ મહદંશે ઘટી જાય છે. સ્મોકિંગ છોડવાના 1થી 2 વર્ષીન અંદર આ જોખમમાં ઘટાડો જોવા મળે છે.
હેલ્ધી ડાયટ ફૉલો કરો
હૃદયને હેલ્ધી રાખવા માટે હેલ્ધી ડાયટ ફૉોલ કરવું જરૂરી છે. જેમાં તાજા ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી, ફાઇબર, સાબુત અનાજ, હેલ્ધી ફૅટ, લાઇટ પ્રોટીન, , નટ્સ અને સીડ્સ લો. સ્મોકિંગ ઉપરાંત આલ્કોહોલનું સેવન પણ છોડી દો, અથવા તેની માત્રા ઘટાડી દો. સાથે જ પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થ, સેચ્યુરેટેડ ફેટ્સ, ખાંડ અને સોડિયમનું સેવન નિયંત્રિત માત્રામાં કરો.
કોલેસ્ટ્રોલ અને બ્લડશુગર લેવલ
હાઇ કોલેસ્ટ્રોલથી ધમનીઓમાં પ્લાક જમા થઇ શકે છે, જેના પરિણામે સ્ટ્રોક અથવા હૃદયરોગના જોખમો વધી જાય છે. આ સિવાય ડાયાબિટીસ, પ્રી-ડાયાબિટીસનું જોખમ હોય તો તમારાં બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખો. લેટેસ્ટ રિસર્ચ અનુસાર, સામાન્ય બ્લડશુગર લેવલના વધવાથી પણ હૃદયરોગની સંભાવના 30થી 50 ટકા વધી જાય છે.
વજન અને એક્સરસાઇઝ
જો તમારાં BMI લેવલ અનુસાર, વજન વધારે હશે તો મેદસ્વિતાથી ગ્રસિત છો તેવું સાબિત થાય છે. આ માટે તમારી જીવનશૈલીમાં બદલાવ લાવો, આહાર તથા વ્યાયામના સંયોજનના માધ્યમથી મેદસ્વિતાને દૂર કરવાના પ્રયાસ કરો. આ સિવાય નિયમિત વ્યાયામ હૃદયની માસપેશીઓને મજબૂત કરશે, કોલેસ્ટ્રોલ અને હાઇ બ્લડપ્રેશર ઘટાડશે અને શુગર લેવલને નિયંચ્રિત રાખશે. આ એક આદતનું પાલન કરવાના અનેક ફાયદાઓ છે. કારણ કે, આ LS7 (BMI, શારિરીક ગતિવિધિ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, સીરમ ગ્લૂકોઝ સ્તર)માંથી 5ને ટાર્ગેટ કરે છે.
હાઇ બ્લડપ્રેશર
તમારી ધમનીઓમાં પડતા પ્રભાવ પ્લાક નિર્મિત કરવાની સાથે જ સ્ટ્રોકના જોખમમાં પણ વધારો કરે છે. આલ્કોહોલ અને સ્મોકિંગ છોડવાથી બીપીના સ્તરને ઘટાડવામાં તેમજ નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. એક્સરસાઇઝ, હેલ્ધી ડાયટ, નિયંત્રિત વજન ઉપરાંત મીઠું (Salt)નું સેવન નિયંત્રિત માત્રામાં કરવાથી પણ બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.