બજારમાં મળતા તૈયાર લોટનો ઉપયોગ એટલે રોગોને આમંત્રણ
લોટ રિફાઇનિંગ પ્રોસેસમાં ઘઉં માના વિટામિન્સ, મિનરલ્સ દૂર થઈ જાય છે.
ઘઉંનું થૂલું…ઘઉંના ફોતરા…આરોગ્ય જાળવવા માટે શ્રેષ્ઠ છે.
બજારમાં મળતો ઘઉંનો લોટ ખાવા યોગ્ય નથી હોતો પરંતુ આ યુગમાં કોઈની પાસે સમયના હોવાથી પેકિંગમાં મળતા ઘઉંના લોટનો વપરાશ વધતો જાય છે એનાથી કબજિયાત, ( જે બધા રોગ નું મૂળ છે) આંતરડાને લાગતી તકલીફો, ઓબેસિટી, ડાયાબિટીસ, રહુમેટોઇડ આર્થરાઇટિસ,માઇગ્રેન વિગેરે રોગોનો ફેલાવો વધી રહ્યો છે.લોટ રિફાઇનિંગ પ્રોસેસમાં ઘઉં માના વિટામિન્સ, મિનરલ્સ દૂર થઈ જાય છે.જે અત્યંત ખેદજનક બાબત છે.
અત્યારના ઘઉંમાં પ્રોટીન ૧૭%, કાર્બોહાઈડ્રેટ ૬૧%, ફેટ ૩%, ફાઈબર ૧૧% અને ખનીજ તથા સુગર હોય છે.
ઘઉં નો લોટ ચક્કી (ફ્લોર મિલ) માં તૈયાર કરવામાં આવતો એ લોટની રોટલી ભાખરીનો સ્વાદ ખૂબ સ્વાદિષ્ટ લાગતો હતો. અત્યારના ઘઉંના લોટનો સ્વાદ પણ અલગ છે.બજારમાં મળતા ઘઉંના લોટમાં પ્રોટીન ૧૧%, ભેજ ૧૪%,રાખ ૧%, ગ્લુટેન ૩૫% હોય છે.
ફણગાવેલા ઘઉં- સારી ગુણવત્તા વાળા ઘઉંને પાણીમાં પલાળીને એક સ્વરછ કપડામાં વિટાળીને રાખી દેવાથી તેમાં અંકુર ફૂટશે જે, ફાંદ ઘટાડે, બ્લડ સુગરને અંકુશમાં રાખે,મેનોપોઝ પછીના સમયમાં ખુબ સારું કામ કરે,IBS વાળા દર્દી ને ફાયદો કરે,
ઘઉં વિશે ઘણી વાતો કરી, ઘઉંનું થૂલ્લું જે ખરેખર માનવ શરીર માટે ખૂબ ઉપયોગી છે એનો પ્રયોગ શરૂ કરવો જોઇએ. ઘઉંનું થૂલ્લું એટલે ઘઉંના દાણાનો બાહ્ય ભાગ જેમાં ૧૩% ફાઈબર હોય છે. જે પાચન ક્રિયા સુધારે છે.
આમતો રોજ સવારે ચાર ચમચી એટલે કે ૫૦ગ્રામ જેટલું થૂલ્લું પાણીમાં પલાળીને પીવામાં આવેતો સ્વાસ્થ્યમાં ઘણો મોટો ફાયદો થશે. ઘઉંનું થૂલ્લું બાળકોના નાસ્તામાં વપરાયતો બાળકનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. આજકાલ બાળકોને કબજિયાત અને થાકી જવાની ફરિયાદ સર્વત્ર જોવા મળે છે તેમાં ફાયદો થશે.
ઘઉં નું થૂલું,મળ ને સુકાવા નથી દેતું, મળ ને પાતળું નથી થવા દેતું પરંતુ મળ એકદમ મૃદુ અને બંધાયેલું કોઈ પણ પ્રકાર ના જોર લગાવ્યા વિના ફેંકાય છે. હમેશા લેવાથી કેન્સર જોજનો દૂર રહે છે અને હરસ, મસા,ભગંદર જેવા દર્દો નથી થતા અને હોય તો મટે છે. મધુપ્રમેહના દર્દીઓએ દવાને બદલે થૂલું ખાવાથી સુગર અંકુશમાં રહે છે.
ઘઉંનું થૂલું હંમેશા લેનારાઓનું દિલ દિમાગ સ્વસ્થ રહે છે.રેસાવાળા તમામ ખોરાક માં ઘઉંનું થૂલું આદર્શ રેસવાળો ખોરાક છે. આંતરડા માં જઈને ક્યારેય ઉતેજના પેદા નથી કરતું પરંતુ એકદમ મુલાયમ હલચલ હોય છે. થૂલું કાઢી નાખીને બનાવેલી રોટલી કે ભાખરી સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.
ઘઉં નું થૂલું ચાવીને ખાવામાં આવે તો કેન્સર, ક્ષય,પેટના ચાંદા,હૃદય રોગ,હરસ, મસા,ભગંદર વિગેરેથી દૂર રાખે છે.
ઉંનું થૂલું ક્ષારધર્મી (alkline) હોવાથી લોહીમાં રોગ સામે લડવાની તાકાત વધારે છે. સ્વાસ્થ્ય ટકાવી રાખવા માટે ઘઉંનું થૂલું હંમેશા લેવાનો આગ્રહ રાખવો.