સરગવાની શીંગનું પાણી એટલે સુપરફૂડ
આપણા દેશમાં ફળો અને શાકભાજી ભરપુર થાય છે. સ્વસ્થ રહેવા માટે આહારમાં કુદરતી વસ્તુઓનો વધુ ઉપયોગ કરવો જોઈએ. ઘણા ફળો, શાકભાજી, મસાલા અને જડીબુટ્ટીઓ સ્વાસ્થ્ય ) માટે ખૂબ જ સારી છે, જેમાં સરગવા ની સીંગો પણ સામેલ છે. સરગવા (Drumstick) ને સ્વાસ્થ્ય માટે અમૃત માનવામાં આવે છે. સરગવાની શીંગોનો ઉપયોગ મોટાભાગની દક્ષિણ ભારતીય વાનગીઓમાં થાય છે. છોડના દરેક ભાગમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને પોષક તત્વો ભરપૂર હોવાથી છોડના પાંદડા, ફૂલો, મૂળ અને શીંગો બધાને આહારમાં સામેલ કરવામાં આવે છે.
સરગવાના પાંદડા, જેને ડ્રમસ્ટિક પાંદડા તરીકે પણ ઓળખવામાં આવે છે. સરગવાની શીંગો ઘણા ફાયદાકારક તત્વોનો ભંડાર છે. કારણ કે તે પ્રોટીન, એમિનો એસિડ, બીટા કેરોટીન, કેલ્શિયમ, ફાઈબર, સોડિયમ અને વિવિધ ફિનોલિક્સથી ભરપૂર છે. માત્ર સરગવાની શીંગો જ નહીં પરંતુ તેના પાનનો પણ શાક તરીકે ઉપયોગ થાય છે. સરગવાની શીંગો અને મેથીના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ડ્રમસ્ટિકના ઉચ્ચ પોષક મૂલ્યને કારણે જ તેને સુપરફૂડ માનવામાં આવે છે. નાસ્તામાં સરગવાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પીણું ભોજન સાથે અથવા પછી લેવામાં આવે તો પાચનમાં મદદ કરે છે. શા માટે ડ્રમસ્ટિક્સનું પાણી સુપરફૂડ માનવામાં આવે છે, શું ડ્રમસ્ટિક્સનું પાણી પીવાથી બ્લડ સુગર ઘટે છે એ અંગે નિષ્ણાતે માહિતી આપી છે.
નિષ્ણાતે કહ્યું કે, સરગવાનું પાણી એ જરૂરી પોષક તત્વોનો ખજાનો છે. તેમાં પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજો સાથે વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ સહિત વિટામિન્સનું સમૃદ્ધ મિશ્રણ છે. સરગવાની સીંગોનો ઉપયોગ અનેક પ્રકારની બિમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. શરદી-ખાંસી, ગળામાં દુ:ખાવો અને છાતીમાં કફ આવે ત્યારે સરગવાનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. તમે સરગવાની શીંગોને શાકભાજી તરીકે રાંધીને અથવા તેને ઉકાળીને ઉપયોગ કરી છો. આ ઉપરાંત, તમે તેને પાણીમાં સારી રીતે ઉકાળી શકો છો અને આ પાણી પી શકો છો, જેથી ઘણા ફાયદા થઇ શકે છો.
સરગવાની શીંગો ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ડ્રમસ્ટિક સૂપ સંધિવાના દુખાવામાં રાહત આપે છે. તેના પાંદડામાં પણ અનેક ગુણો જોવા મળે છે. સરગવાના દાણાનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. વિવિધ ઘટકો (શીંગો, પાંદડાં, ફૂલો) માં ડાયાબિટીસમાં બ્લડ સુગરને નિયંત્રિત કરવા સુધીના ઘણા ગુણધર્મો છે. સરગવાનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓમાં વજન ઘટાડવા અને બ્લડ સુગરના સ્તરને ઘટાડવા માટે થાય છે. કેટલાક અભ્યાસોએ દાવો કર્યો છે કે ડ્રમસ્ટિકના પાંદડામાં એન્ટીઑકિસડન્ટ ક્લોરોજેનિક એસિડ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે ચાની જગ્યાએ સરગવાના પાનમાંથી બનેલી ચા પીવાનું શરૂ કરી દેવું જોઈએ.