તમારા બાળકને મોબાઈલની ટેવ પડી ગઈ છે ?
42 ટકા બાળકો દરરોજ બેથી ચાર કલાક જોવે છે મોબાઈલ
મોબાઈલ આજના સમયમાં જીવનનો એક અભિન્ન અંગ બની રહ્યો છે. નાના બાળકોથી લઇ મોટા વ્યક્તિઓ દિવસનો મોટાભાગનો સમય મોબાઈલ જોવામાં વિતાવે છે. જો કે વધારે પડતું મોબાઈલ જોવાની લત એક ગંભીર સમસ્યા બની રહી છે. ખાસ કરીને વધારે મોબાઇલ જોવાથી બાળકોની માનસિકતા પર ગંભીર અસરો જોવા મળી રહી છે. એક સર્વે અનુસાર 42 ટકા બાળકો દરરોજ 2થી 4 કલાક મોબાઈલ જૂએ છે જે એક ગંભીર બાબત છે.
બાળકોમાં મોબાઈલની લત એક ગંભીર સમસ્યા બની રહી છે. વધારે પડતુ મોબાઇલ જોવાથી બાળકોની માનાસકિતા પર ગંભીર આડઅસર થઇ રહી છે. જો કે, આ સમસ્યા માટે એકલા બાળકો જ જવાબદાર છે એવું નથી. ખાસ કરીને માતા પણ જવાબદાર છે તેવું લાગી રહ્યું છે. બાળક સરખી રીતે જમતું હોય તો મોબાઈલમાં કોઈ કાર્ટુન ચાલુ કરીને તેને આપી દેવામાં આવે છે અને બાળક તે જોવામાં મગ્ન રહે છે અને માતા તેને જમાડી દ્યે છે.
એક સર્વેમાં આશ્ચર્યજનક વાત જાણવા મળી છે કે,,12 વર્ષ સુધીના ઓછામાં ઓછા 42 ટકા બાળકો દરરોજ સરેરાશ બેથી ચાર કલાક મોબાઈલ કે સ્માર્ટફોન કે ટેબલેટ પર વિતાવે છે, જેનાથી તેનાથી વધારે ઉંમરના બાળકો દરરોજ 47 ટકા સમય મોબાઇલ ફોન પાછળ વેડફે છે.
‘હેપ્પીનેટ્ઝ’ કંપની દ્વારા કરાયેલા સર્વે અનુસાર, જે ઘરમાં ઘણા બધા ડિવાઇસ છે ત્યાં વ્યક્તિ માટે પોતાના બાળકો માટે મોબાઇલ કે ટેબલેટ જોવાનો સમય મર્યાદિત કરવો અને તેમને આપત્તિજનક કન્ટેન્ટ જોતા રોકવા એક પડકાર છે
આ સર્વેમાં 1500 લોકોએ જણાવ્યુ કે, 12 વર્ષ અને તેનાથી વધારે વયના 69 ટકા બાળકોની પાસે પોતાનો મોબાઇલ કે સ્માર્ટફોન છે, જેનાથી તેઓ ઇન્ટરનેટ પર કોઇ પણ પ્રકારની રોકટોક વગર કંઇ પણ જોઇ શકે છે. આ સર્વે અનુસાર તેમાં 74 ટકા બાળકો યૂટ્યૂબની દૂનિયામાં મશ્ગુલ થઇ જાય છે, જ્યારે 12 વર્ષ કે તેનાથી મોટી વયના 61 ટકા બાળકો મોબાઇલ પર ગેમ રમવા લાગે છે.
શું કરવાથી બાળક મોબાઈલનો ઓછો ઉપયોગ કરે…
-બાળકો માટે વધુમાં વધુ સમય વિતાવો
-બાળકોને પુસ્તક વાંચવા આપો, બાળકોમાં પુસ્તક વાંચવાની ટેવ પાડો
-મોબાઇલ – ટેબલેટમાં પાસવર્ડ સેટિંગ કરો અને બાળકોને આ પાસવર્ડ જણાવવો નહીં
-બાળકો માટે મોબાઇલ કે ટેબલેટ જોવાનો સ્કીન ટાઇમ નક્કી કરો
-ઘરના મોટા વ્યક્તિઓએ બાળકો સામે બિનજરૂરી મોબાઇલ જોવાનું ટાળવું
-બાળકોને ઇનડોર અને આઉટડોર ગેમ્સ રમવા પ્રોત્સાહિત કરો
-બાળકને ડાન્સ, મ્યુઝિક, પેઇન્ટિંગ જેવી તેમની મનપસંદ એક્ટિવિટી કરાવો
-બાળકોને પસંદ હોય તેવી અન્ય પ્રવૃત્તિઓ કે એક્ટિવિટી કરાવો
-ઘરના કામકાજમાં બાળકોની મદદ લો, બાળકોને ઘરના કામ કરવાની ટેવ પાડો.
-બાળકો મોબાઈલમાં શું જોવે છે તેનું ધ્યાન રાખો, તેના માટે જરૂરી હોય તે એપ્લિકેશન કે વેબસાઇટ ઓપન થાય તેવું સેટિંગ કરો