સવારે ઉઠતા વેત ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક? તબીબો આપે છે આવી સલાહ
જમ્યા પછી ચા પીવી એ એક સારો વિકલ્પ છે. વાસ્તવમાં, ખાલી પેટે ચાનું સેવન પેટને વધુ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં જમ્યાના 1 કલાક પછી ચા પીવી એ સારો વિકલ્પ બની શકે છે.
અમદાવાદ:આજે પણ ઘણા લોકો સવારે ઉઠ્યા પછી ચા કે કોફી વગર તેમના દિવસની શરૂઆત કરતા નથી. તેમ છતાં ચા અને કોફી વિશે લોકોમાં ઘણી ગેરસમજ છે. શું સવારે ચા પીવી સ્વાસ્થ્યપ્રદ છે? કોફી ક્યારે પીવી જોઈએ? ઘણા લોકો આવા પ્રશ્નો પૂછે છે. પુણેના આયુર્વેદ ડૉક્ટર શર્વરી ઇનામદારે આ વિશે માહિતી આપી છે.
ભૂખને કારણે ચા કે કોફી ન પીવી. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. કારણ કે પેટમાં એસિડ વધી જાય છે. પરિણામે એસિડિટીની સમસ્યા સર્જાઈ શકે છે. તેમજ ખાલી પેટ ચા પીવાથી પાચન સહિત અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
પરંતુ ઘણા લોકોને સવારે માત્ર ચા કે કોફી પીવાની આદત હોય છે . તેમના માટે આ આદત બદલવી મુશ્કેલ હોય છે. ડૉક્ટરના મતાનુસાર,જો તમે સવારના યોગ્ય સમયે ચા પીતા હોવ તો પણ તેનાથી તમારા સ્વાસ્થ્યને વધુ નુકસાન થતું નથી.
સવારે ઉઠ્યા પછી ચા પીવી સારી માનવામાં આવતી નથી. પરંતુ જો તમે યોગ્ય સમયે ચા પીતા હોવ તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સવારે ઉઠતાની સાથે જ ચા પીવાથી એસિડિટીથી લઈને પાચનક્રિયા સુધીની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જો કે, જો તમે સવારે ઉઠ્યાના 1 કે 2 કલાક પછી જ ચા પીતા હોવ તો તેનાથી તમારા શરીરને વધારે નુકસાન થતું નથી.