Paracetamolનું આડેધડ સેવન કરવાથી જીવલેણ બીમારીનું જોખમ
પેરાસિટામોલનું સેવન ખૂબ જ સામાન્ય છે. જરાક અમથા તાવ કે માથાના દુઃખાવામાં આપણે તેને તરત જ ખાઇ લઇએ છીએ. પરંતુ હાલમાં જ થયેલા સંશોધનમાં આ દવાથી શરીરના અવયવોને ગંભીર નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે. એડિનબર્ગ યુનિવર્સિટીના લેટેસ્ટ રિસર્ચ અનુસાર, પેરાસિટામોલથી તમારાં લિવરને નુકસાન પહોંચે છે. ઉપરાંત તેના આડેધડ ઉપયોગથી ઓર્ગન ફેલિયરની મુસીબત પણ થઇ શકે છે.
નિષ્ણાતો અનુસાર, સંશોધન દરમિયાન જ્યારે પેરાસિટામોલનો ડોઝ ઉંદરોને આપવામાં આવ્યો તો તેના નકારાત્મક પ્રભાવ જોવા મળ્યા. રિઝલ્ટ દ્વારા જાણકારી મળી કે પેરાસિટામોલ લિવરમાં કોશિકાના કામકાજ માટે આવશ્યક સંરચનાત્મક જંક્શનને પ્રભાવિત કરી શકે છે અને લિવરને લોન્ગ ટર્મ નુકસાન પહોંચાડી શકે છે.
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, જો પેરાસિટામોલના ડોઝ દર્શાવેલી માત્રાથી વધુ કે મેડિકલ સલાહ વગર લેવામાં આવે, આલ્કોહોલ સાથે લેવામાં આવે અથવા લિવરની ખાસ પ્રકારની કન્ડિશનમાં લેવામાં આવે ત્યારે તે લિવર ડેમેજનું જોખમ વધારે છે. ડોક્ટર્સ અનુસાર, આ દવા સુરક્ષિત છે, છતાં 24 કલાકમાં 8થી વધુ ટેબ્લેટ્સ ના લેવી જોઇએ.
પેરાસિટામોલનું સેવન કરવાથી શું થાય ?
-હાઇ બ્લડપ્રેશર
-સતત થાક, શ્વાસ ફૂલાઇ જવો
-એનિમિયા, લિવરમાં પરેશાની
-હાઇ બીપી હોય તો હૃદયરોગ અથવા સ્ટ્રોકનું જોખમ
ક્યા દર્દમાં કામ આવે છે પેરાસિટામોલ ?
-કમરનો દુઃખાવો
-માથાનો દુઃખાવો, માઇગ્રેન, માસિકમાં દુઃખાવો
-માસપેશીઓમાં તણાવ
-શરદી અને ફ્લૂ, સામાન્ય તાવ