કેન્સરનું નિદાન કરતા ડોકટરો કેટલા સાચા .?
-કેમો,રેડિયો થેરાપી એન્ટી કેન્સર નહી પણ એન્ટી પેશન્ટ હોય છે
-મોઢામાં સામાન્ય ચાંદુ પડ્યું હોય અને કેટલાંક ડોકટરો કેન્સર કહીને ગભરાવી મુકે છે
કેન્સર સામેની લડાઈમાં વપરાતા અસ્ત્રો, શસ્ત્રો,ઔષધો,પરીક્ષણો,કરવામાં આવે છે એ ફક્ત નકામા જ નથી પરંતુ કેન્સર ન હોય તો ઉપજાવવામાં અને હોય તો એને વકરાવવામાં વધુ ઉપયોગી પુરવાર થયા છે. કેન્સર સામેની લડાઈમાં વપરાતા બધા હથકંડાનો ઉપયોગ થયેલા દર્દીઓને હું ક્લિનિકમાં મળીને એમની સાથેના વાર્તાલાપ ઉપરથી એટલું ચોક્કસ તારણ કાઢી શક્યો કે કેન્સરના દર્દીઓ કોઈપણ પ્રકારની સારવાર વિના જેવું જીવન જીવે છે એના કરતાં ખૂબ વધારે બદતર જીવન સારવાર લીધેલા લોકો વિતાવી રહ્યા હોય છે. અનુભવ હશે એમને કેમો અને રેડિયોથેરાપી ની મહાભયંકર આડ અસરની જાણ હશે.
આ થેરાપી લીધા બાદ દર ત્રણ મહિને જાત જાતના પરીક્ષણો કરાવતા રહીને સતત ભયના ઓથાર હેઠળ જીવવાનું હોય છે કેમકે ડોક્ટર કહેશે કે થોડું નાનું થયું થોડુ મોટું થયું શરીરમાં ફેલાઈ ગયું વગેરે..વગેરે.
સરકાર તરફથી આપવામાં આવતા કાર્ડ કે સ્વાસ્થ્ય અંગેનો વીમો હોય એવા દર્દીઓને કેન્સર અથવા એનાથી મોટા રોગમાં સપડાવી દેવાની કળા ડોક્ટર પાસેથી શીખવા જેવી હોય છે. મોમાં ચાંદુ? (વિટામિન ની ઉણપ નું હોય,કબજિયાત ન કારણે હોય એવા બીજા સામાન્ય કારણો ઘણાં હોય જેની ડોક્ટર ને ખબર હોય ) ઓહ તાત્કાલિક પરીક્ષણ કરાવો આમાં મોડું કરશો તો નહિ ચાલે, અમારી જવાબદારી નહિ. MRI,PETSCAN,FNAC, BIOPSY વગેરે પરીક્ષણ કરીને દર્દી આવે એટલે કહી દે કે ચોથા સ્ટેજનું છે તાત્કાલિક કૅમો ચાલુ કરો બસ પછી કાર્ડની કે વીમાની રકમ પૂરી ન થાય ત્યાં સુધી એક યા બીજી રીતે માનસિક સંતાપ આપવાનું ચાલુ રહે. ઘરના પૈસે સારવાર કરાવતા હશે એને પીડા વધુ આવતી હશે.
“વેળાસર નિદાન” એક મહાન બક્વાસ છે.વેળાસર નિદાન કરવાની હોડમાં સુષુપ્ત અવસ્થામાં રહેલા કેન્સરના જંતુઓની વિકસવાની ગતિમાં વૃદ્ધિ કરાવે છે.ચાંદુ કે ગાંઠ બિલકુલ સામાન્ય જીવનમાં નડતર રૂપના હોય પણ વેળાસર નિદાનની ઘેલછામાં દુઃખના ડુંગરો ઊભા કરે છે.
કેમો,રેડિયો થેરાપી એન્ટી કેન્સર નહિ પણ એન્ટી પેશન્ટ હોય છે.દર્દીના દુશ્મન બની ગયા છે.
નિર્દોષ પ્રાણીઓ ઉપર અખતરા કરી,ઉધાર કે ઉછીનું કેન્સર દાખલ કરી, એ કેન્સરને મટાડવાની દવાઓના જે દાવા કરાય છે તે માનવજાત માટે મોટાભાગે નિષ્ફળ પુરવાર થઈ છે.એટલુજ નહિ પણ હજારો,લાખોને કરોડોના હિસાબે નિર્દય, નિર્મમ,ક્રૂર હત્યાના કારણરૂપ બન્યા છે.
વર્ષોના સંશોધનો પછી પણ કેન્સર માટેના સફળ ઈલાજ શોધવા નિષ્ણાતો આજની તારીખે પણ ફાફા મારી રહ્યા છે. સરખી ઉંમરની બે વ્યક્તિને એક જ પ્રકારનું કેન્સર હોય અને એક જ પ્રકારની દવાઓ અને સારવાર આપવામાં આવે તો પણ બંનેના પરિણામો અલગ અલગ હોય છે.ક્યા દર્દીએ વધુ પીડાવું પડશે એ નક્કી નથી કરી શકાતું. કુટુંબની રહીસહી બચતનો ઉપયોગ દર્દી માટે કરવો,કે તેના કુટુંબ માટે કરવો તેનો નિર્ણય ડોક્ટર અને દર્દીએ સાથે મળીને કરવો જોઈએ પરંતુ આજના યુગમાં ડોક્ટર પાસે જાવ એટલે કહેશે કે સારવાર કરો એકદમ સરસ થઈ જશે અને સારવાર બાદ દર્દીની વેદના અને કુટુંબનું ધૂંધળું ભાવિ બાકી રહ્યું હોય ત્યારે ડોક્ટર કહેશે કે ૧૦૦ માંથી એકાદ કેસમાં આવું બને છે.
હું દશ વર્ષથી આ સેવાયજ્ઞ ચલાવું છું ને અને સરેરાશ મહિનાના ૧૦ થી ૧૨ જેટલા અલગ અલગ પ્રકારના દર્દીઓ આવતા હોય છે જેમાંથી ઘણા એવા પણ હોય છે કે બાયોપ્સીના પરીક્ષણ દરમિયાનના રિપોર્ટ માં આગળ પ્રશ્નાર્થ ચિન્હ મૂકી લખ્યું હોય.
? Buccal mucosa metastatic આનો અર્થ એમ થાય કે કેન્સર છે કે નહિ તેની ખાતરી નથી. રિપોર્ટ માં લખ્યું હોય અને દર્દીને વાતોમાં એટલું ડરાવે કે દર્દી અધમૂઓ થઈ જાય.
આવા પ્રશ્નાર્થ ચિન્હ વાળા અને વિનાના દર્દીઓની માનસિક,શારીરિક યાતનાઓ અને એના કુટુંબીજનોની આર્થિક અને માનસિક વિટંબણાઓને લાચાર થઈને સાંભળીને હું એમની પીડામાં ઘટાડો આવે એવી સારવાર અને દવાઓ આપુ છું. મહત્તમ કેસ માં દર્દીને ઘણી રાહત થતી જોય છે. અને બાકીના રિબાઈ રિબાઈ ને જીવી રહેલા દર્દીઓને મૃત્યુ પોતાના સકંજા સમાવી લ્યે ત્યારે એમના પાછળ મૂકેલા સ્વજનોની માનસિક ત્રસ્ત અવસ્થામે દુઃખી હ્રદયે જોઈ છે અને એમની આર્થિક દરિદ્રતા કકળતી આંતરડીએ અનુભવું છું. જેટલા દર્દીઓ ની આવી યાતના સાંભળું છું એ બધાજ રાજકોટ ના કે અન્ય શહેરોના નિષ્ણાત કેન્સર ચિકિત્સક પાસેથી સારવાર લીધેલી હોય છે.
વેળાસર નિદાનની ડોક્ટરોની સલાહને અવગણી ને કેન્સર સામે લડાઇ લડવામાં આવે તો ચોક્કસ ઉપરોક્ત વેદના કે આર્થિક દરિદ્રતાથી ચોક્કસ બચી શકાશે.
આલેખન : રાજુભાઈ દોશી
રાજકોટ