ઉધરસ આવે અને ગળુ પકડાઈ જાય છે ? તો તે ગંભીર બીમારીના છે સંકેત
ખાંસી એક સામાન્ય સમસ્યા છે જે ઘણીવાર કોઇ ચોક્કસ ઇલાજ વગર પણ આપમેળે ઠીક થઇ જાય છે. પરંતુ જો તમને ખાંસી અને બંધ ગળા સાથે અન્ય લક્ષણો પણ જોવા મળે તો તેને નજરઅંદાજ ના કરવા જોઇએ તેવું નિષ્ણાતોનું માનવું છે.
ખાંસીને સામાન્ય રીતે ઇન્ફ્લેમેશન, ઇરિટેશન અને ઇન્ફેક્શન સાથે જોડવામાં આવે છે. આ શરીરની એક પ્રક્રિયા છે જે જણાવે છે કે, બહારનું તત્વ રેસ્પિરેટરી ટ્રેક્ટમાં ઘૂસી ગયું છે, તો ગળામાં મોજૂદ રિસેપ્ટર્સ ખાંસીમાં મદદ કરે છે. બહારના તત્વને શરીરમાંથી ફેંકવા માટે આ શરીરની નેચરલ પ્રોસેસ છે.
જ્યારે કોઇ વ્યક્તિ ખાંસી ખાય છે તો તેના ફેફસા આક્રમક અને ઝડપથી હવા છોડે છે. ઘણીવાર આ ગતિ 100 માઇલ્સ પ્રતિ કલાક થઇ શકે છે જેથી ટ્રેક્ટની અડચણને બહાર ફેંકી શકાય. ખાંસીના અનેક કારણો હોઇ શકે છે, જેમાં ખાંસી સાથે અન્ય લક્ષણો જોવા મળે તો તે જોખમી પણ સાબિત થઇ શકે છે. અહીં કેટલાંક એવા જ લક્ષણો વિશે વાત કરવામાં આવી છે, જે ખાંસી સાથે જોવા મળે તો તેનો નજરઅંદાજ ના કરવા જોઇએ અને તત્કાળ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
આ લક્ષણો પર રાખો નજર
ખાંસી સામાન્ય સમસ્યા છે જે ઘણીવાર આપમેળે જ ઠીક થઇ જાય છે. પરંતુ ઘણીવાર તે ક્રોનિક કન્ડિશનના લક્ષણો પણ હોઇ શકે છે, જેથી ડોક્ટરની સલાહ અનિવાર્ય છે. ખાંસીની સાથે બંધ ગળું, અલગ અલગ રંગના ગળફા, છાતીમાં દુઃખાવો, શ્વાસ ફૂલાઇ જવો જવી પરેશાની થઇ રહી હોય તો તેને નજરઅંદાજ ના કરો.
ખાંસી સાથે ગળફાનો રંગ
રેસ્પિરેટરી ટ્રેક્ટની અંદર મોજૂદ સેલ્સ ગળફા બનાવે છે, જો તેનો રંગ પીળો, લીલાશ પડતો કે આછો પીળો હોય તો તેનો અર્થ છે કે, તેમાં વ્હાઇટ બ્લડ સેલ્સ પણ મોજૂદ છે. આ સેલ્સ ઇન્ફેક્શન સામે લડવાનું કામ કરે છે. જો તમને અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી હોય તો તે ન્યૂમોનિયાના લક્ષણો હોઇ શકે છે. આ ઉપરાંત ગુલાબી રંગ કે ફીણવાળા ગળફાનો અર્થ છે હાર્ટ ફેલિયર અથવા પલ્મોનરી એડીમા.
ખાંસી સાથે લોહી પડવું
ખાંસી સાથે લોહી પડવાના અનેક કારણો હોઇ શકે છે. જેમાં લંગ કેન્સરથી લઇને અસ્થમા, બ્રોકિયાક્ટેસિસ, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, બ્રોન્કાઇટિસ સામેલ છે. આ પ્રકારની પરેશાનીનું મૂળ કારણ જાણવા માટે ડોક્ટરની મદદ લો અને ટેસ્ટ કરાવો.
શ્વાસ લેવામાં પરેશાની
જો ખાંસીની સાથે શ્વાસ લેતી વખતે અવાજ આવવો, શ્વાસ ફૂલાઇ જવા જેવા લક્ષણો પણ જોવા મળતા હોય તો તે એસિડ રિફ્લક્સ, અસ્થમા અથવા એલર્જિક રિએક્શનના કારણે થઇ શકે છે. આ સ્થિતિમાં તત્કાળ ડોક્ટરની સલાહ લેવી જોઇએ જેથી ઇન્ફેક્શન વિશે જાણકારી મેળવી શકાય. શ્વાસ લેવામાં પરેશાની કે બંધ ગળાની તકલીફને બિલકુલ નજરઅંદાજ ના કરો.
બે અઠવાડિયાથી વધુ ખાંસી
કોઇ દર્દીને 2થી 4 અઠવાડિયા સુધી સતત ખાંસીની પરેશાની રહે તો તેણે ડોક્ટરની સલાહ લેવી જોઇએ. જેથી ઇન્ફેક્શન બાદ અથવા પોસ્ટનેઝલ ડ્રીપની સ્થિતિ સંભાળી શકાય અને યોગ્ય ઇલાજ કરી શકાય.