હાર્ટ બ્લોકેજના 5 લક્ષણ, 99 ટકા લોકો ઈગ્નોર કરવાની કરે છે ભુલ
આજની ભાગદોડભરી લાઈફસ્ટાઈલ અને અનિયમિત આહાર સહિતના કારણોસર માણસના શરીરમાં નાની મોટી બીમારી ઘર કરી જાય છે. ઘણી વખત આ બીમારી ઘણી મોટી હોય છે અને હ્રદયની નળીઓમાં બ્લોકેજ આવી જાય છે. આ બ્લોકેજની જયારે ખબર પડે છે ત્યારે હોસ્પિટલના ધક્કા શરુ થઇ જાય છે.
હાર્ટ બ્લોકેજની ત્રણ ડિગ્રી હોય છે. ફર્સ્ટ ડિગ્રીમાં સ્થિતિ ઓછી જોખમી હોય છે જ્યારે થર્ડ ડિગ્રી બ્લોક ઘાતક ગણાય છે. હાર્ટ બ્લોકેજની સમસ્યા વધતી ઉંમરે વધારે સતાવે છે. ઘણા લોકોને આ સમસ્યા જન્મજાત પણ હોય છે. જ્યારે શરીરમાં હાર્ટ બ્લોકેજ થાય છે તો શરીરમાં કેટલાક સંકેત જોવા મળે છે.
હાર્ટ બ્લોક ત્યારે થાય છે જ્યારે તમારા હૃદયના ઉપરી ચેંબર્સમાંથી વિદ્યુત સંકેત હૃદયની નીચેની ચૈંબર્સમાં બરાબર રીતે ન પહોંચતા હોય. આ સ્થિતિ ઘાતક સાબિત થઈ શકે છે. હાર્ટ બ્લોકેજના કારણે હાર્ટ એટેક પણ થઈ શકે છે. હાર્ટ બ્લોકેજનાં લક્ષણોને ઘણા લોકો ઇગ્નોર કરતા હોય છે પણ આ બાબત ગંભીર સાબિત થઇ શકે છે.
હાર્ટ બ્લોકેજના લક્ષણો
શ્વાસ લેવામાં સમસ્યા
ઘણા લોકોને હાર્ટ બ્લોકેજની સ્થિતિમાં વારંવાર શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. તેમનો શ્વાસ વધારે ફુલવા લાગે છે. આ સ્થિતિમાં તુરંત ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ.
બેભાન અવસ્થા
જો કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જતી હોય અને આવું તેની સાથે વારંવાર થતું હોય તો તે હાર્ટ બ્લોકેજનું લક્ષણ હોય શકે છે. આ ખૂબ જ સામાન્ય લક્ષણ છે જે મોટાભાગના કેસમાં જોવા મળે છે.
છાતીમાં દુખાવો
હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય તો વ્યક્તિને છાતિમાં દુખાવો થયા કરે છે. આ દુખાવાને 99 ટકા લોકો ગેસની સમસ્યા સમજી ઈગ્નોર કરે છે. પરંતુ જો તમને લાંબા સમયથી આવી તકલીફ થતી હોય તો ડોક્ટરનો સંપર્ક કરી લેવો હિતાવહ છે.
ચક્કર આવવા
કારણ વિના અને વારંવાર ચક્કર આવી જવા પણ હાર્ટ બ્લોકેજનો ઈશારો છે. આવું અન્ય સ્વાસ્થ્ય સમસ્યામાં પણ થાય છે પરંતુ હાર્ટ બ્લોકેજમાં વધારે જોવા મળે છે.
ઉલટી જેવું થવું
કોઈપણ કારણ વિના અચાનક ઉલટી-ઉબકા થવા પણ હાર્ટ બ્લોકેજનું લક્ષણ છે. આ સમસ્યાને પણ લોકો ગંભીરતાથી લેતા નથી અને ઈગ્નોર કરે છે. પરંતુ વારંવાર ઉલટી થતી હોય, ઉબકા આવતા હોય તો એકવાર ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ.