સીઝેરિયન બાદ મહિલાઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે.. જાણો
સિઝેરિયન બાદ મહિલાઓએ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે . તબીબો ખાસ સૂચનાઓ આપે છે અને તેનું પાલન જરૂરી હોય છે . એ બાબતો કઈ છે તે જાણીએ.
- સિઝેરિયનના 24 કલાક માટે તબીબો માતાને સ્નાન નહીં કરવાની સૂચના આપે છે .
- સ્નાનની છૂટ મળે ત્યારે ખાસ સાબુનો ઊપયોગ ના કરવો . સિઝેરિયનવાળા ભાગ પર સાબુ થી પ્રેશર ના આપવું.
- હોસ્પિટલથી ઘરે જવા માટે એમ્બ્યુલનસની જ સેવા લેવી. કારમાં ટાંકા તૂટી જવાનો ભય રહે છે .
- જોર થી છીંક ખાવી નહીં અને જોરથી ઊધરસ પણ ખાવી નહીં.
- પેટમાં ગેસ થાય તેવી કોઈ ચીજ ખાવી નહીં. કબજિયાત થવો જોઈએ નહીં .
- હળવા ઢીલા અને આરામદાયક કપડાં જ પહેરવા. તેનાથી સિઝેરિયન વાળા ભાગ પર કોઈ પ્રેશર આવશે નહીં .