ચેહરા પરના ડાર્ક સ્પોટની પરેશાની હોય તો એક અકસીર ઈલાજ પણ ઊપલબ્ધ છે
ઘણી બધી મહિલાઓને ચેહરા પરના ડાર્ક સ્પોટની સમસ્યા રહતી હોય છે. જો કે આ પરેશાની પુરુષોમાં પણ જોવા મળે છે. મહિલાઓ આ પ્રકારની વધુ ફરિયાદ કરતી હોય છે. તેની સામે જાતજાતના નૂસખા અજમાવવામાં આવે છે.
નિષ્ણાંતોએ એવી સલાહ આપી છે કે આ સમસ્યાથી મૂક્ત થવા માટે નારિયેળનું તેલ એક અકસીર ઈલાજ છે અને તેના ઘણા ફાયદા છે. જો મહિલાઓની ડ્રાઈ સ્કીન હોય તો કોકોનેટ ઓઇલ બેસ્ટ ઓપ્શન છે. તે સ્કિનને અંદર સુધી મોઈશ્ચરાઇઝ કરે છે.
એક બાઊલ માં એક ચમચી તેલ લઈ લો, તેમ લીંબુના બે કે ત્રણ ટીપા નાખો, ત્યારબાદ એક મિનિટ સુધી તેને ચેહરા પર મસાજ કરો. પછી માઈલ્ડ ફેસવૉશથી ચેહરો સાફ કરી નાખો. તેના ખૂબ સારા પરિણામ મળશે.