ગર્ભાવસ્થામાં કયા યોગ કરવા, કેવી રીતે કરવા તે જાણવું જરૂરી, નિષ્ણાંતોની સલાહ જુઓ
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ કેટલીક બાબતનું ખાસ ધ્યાન દેવું જરૂરી છે. જેમ કે યોગા કરવા માટે સાવધાની રાખવીપડે છે. જો ખાસ પ્રકારે યોગ કરવામાં આવે તો પ્રસવ દરમિયાન પીડા ઓછી થાશે.
- મહિલાઓએ એટલે કે ગર્ભવતીઓએ ચકરાસન, ભુજંગાસન, હલાસન અને ધનુરાસન કરવાથી દૂર રહવું જોઈએ. પેટ પર વજન આવે તેવા યોગ કરવા નહીં. સલાહ લીધા બાદ જ યોગ કરે. આમ કરવાથી સુરક્ષા મળશે.
- શરૂઆતના 3 માસમાં ઊભા રહીને થતાં યોગ કરવા હિતાવહ છે. શરીરમાં રક્તનો સંચાર કરે તેવા યોગ થવા જોઈએ. ચોથા મસસમાં યોગાસન સદંતર બંધ કરી દેવા જોઈએ. કોઈ પણ કસરત કે યોગ કરતાં પેહલા ડોકટરોની સલાહ જરૂરી છે. યોગ ગુરુની દેખરેખમાં થાય તો તે વધુ સુરક્ષિત રહશે.