અંતે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમજૂતી પર હસ્તાક્ષર
મધ્ય પૂર્વમાં શાંતિનો સૂરજ ઉગવાની આશા
છેલ્લી ઘડી સુધીની અનિશ્ચિતતા અને અનેક ચઢાવ ઉતારો બાદ અંતે ઇઝરાયેલ અને અમાસ વચ્ચે યુદ્ધવિરામ સંધિ સાકાર થઈ હતી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ જાહેરાત કરી હતી. કતારના પાટનગર દોહામાં મધ્યસ્થીઓ દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી થતા છેલ્લા 468 દિવસથી ચાલતા લોહિયાળ, મહા વિનાશક અને ગાઝામાં અભૂતપૂર્વ માનવીય કટોકટી સર્જનાર યુદ્ધ નો કાયમી અંત આવવાની અને મધ્ય પૂર્વમાં શાંતિનો સૂરજ ઉગવાની આશા જાગી છે.
છેલ્લા ઘણા મહિનાઓથી દોહામાં અમેરિકાની આગેવાની હેઠળ ચાલતી મંત્રણાઓમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા હતા. ગુરુવારે સમજૂતી સાકાર થવાની અણી પર પહોંચી ગયા બાદ ઇઝરાયેલ ની કેબિનેટમાં મતભેદો થતાં અવરોધ સર્જાયો હતો. એક તરફ યુદ્ધવિરામ ની વાતો ચાલતી હતી ત્યારે જ ઇઝરાયેલ એ ર સ્ટ્રાઈક કરી ગાઝામાં વધુ 72 લોકોને મારી નાખતા
વાતાવરણ ડોહળાયું હતું અને સંધિ સાકાર થવા અંગે વધુ એક વખત અનિશ્ચિતતા સર્જાઈ હતી. જો કે અંતે શુક્રવારે બંને પક્ષો સંમત થઈ જતાં સમજૂતી શક્ય બની હતી.આ સમજૂતી અંતર્ગત ઇઝરાયેલી દળો ગાઝા અને પેલેસ્ટાઇનમાંથી તબક્કા વાર પરત ફરશે. ઇજિપ્ત અને ઇઝરાયેલના સુપરવિઝન હેઠળ શરણાર્થીઓને દક્ષિણ ગાઝા માંથી શરણાર્થીઓ ઉત્તર ગાઝામાં લઈ જવામાં આવશે. માનવીય સહાય માટેના માર્ગો ખુલ્લા મૂકાશે અને અમાસના કબજામાં રહેલા બંધકોની મુક્તિ થશે.
નેતન્યાહુ સરકારમાં ગંભીર મતભેદો
નેતન્યાહૂની સરકાર જેના પર સંસદમાં બહુમતી માટે જેના પર આધારિત છે તેવા જમણેરી ચરમપંથી પક્ષોએ યુદ્ધવિરામનો વિરોધ કર્યો હતો. ઇઝરાયેલના નેશનલ સિક્યુરિટી મિનિસ્ટર ઇતમાર બેન ગ્વિરે રાજીનામું આપવાની ધમકી આપી હતી. જોકે તેમ છતાં પણ નેતન્યાહુ સમજૂતી માટે સંમત થયા હતા.
