ઘર બની જશે થીયેટર : દુનિયાનું સૌથી મોટું 97 ઇંચનું સ્માર્ટ ટીવી લોન્ચ
એલજી કંપનીએ ભારતમાં AI ફીચર્સ સાથેની એક ટીવી સિરીઝ રજૂ કરી છે. આ સિરીઝમાં કંપનીએ દુનિયાનું સૌથી મોટું 97 ઇંચનું OLED Smart TV – LG OLED97G4 પણ રજૂ કર્યું છે. 97 ઇંચની સ્ક્રીનવાળું આ 4K સ્માર્ટ ટીવી દેશમાં α11 AI પ્રોસેસર અને વેબઓએસ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.
એલજીના જણાવ્યા અનુસાર, આ ટેલિવિઝનમાં એઆઇ અપસ્કેલિંગ અને AI Picture Pro જેવી ટેક્નોલોજી આપવામાં આવી છે. આ ટેકનોલોજી સાથે, ટીવી ઇમેજ ને શાનદાર બનાવવા માટે પિક્સેલ લેવલના એનાલિસિસ માટે એઆઇનો ઉપયોગ કરે છે. કલરને વધુ ઉત્કૃષ્ઠ કરવા માટે એલજી એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી રહી છે.
એઆઇ ફીચર્સવાળા આ સ્માર્ટ ટીવીની લેટેસ્ટ રેન્જમાં 42 ઇંચની સ્ક્રીનથી લઇને 97 ઇંચની સ્ક્રીન સુધીના ટીવી લોન્ચ કરવામાં આવ્યા છે. આ ટીવી મોડેલોને 4કે રિઝોલ્યુશન સુધીની ટેકનોલોજી મળે છે. ઉપરાંત તેમાં 144 હર્ટ્ઝ અલ્ટ્રા-ફાસ્ટ રિફ્રેશ રેટ, એચડીએમઆઈ 2.1 પોર્ટ જેવા ફીચર્સ છે.
આ ટીવી વાયરલેસ સ્ક્રીન/કન્ટેન્ટ શેરિંગ ટેકનોલોજી જેમ કે એપલ એરપ્લે અને ગૂગલ ક્રોમકાસ્ટને પણ સપોર્ટ કરે છે.
નવી એલજી એઆઇ ટીવી રેન્જના 43 ઇંચ QNED82T ટીવી મોડલની કિંમત 62990 રૂપિયા છે. 65 ઇંચના એલજી QNED90T (મિની એલઇડી) ટીવીની કિંમત 189990 રૂપિયા છે. તો 42 ઇંચની સ્ક્રીન વાળી સૌથી સસ્તી OLED પેનલની કિંમત 119990 રૂપિયા છે. જ્યારે 55 ઇંચની સ્ક્રીન એલજી OLED ઇવો જી4 એઆઇ ટીવી મોડલની કિંમત 239990 રૂપિયા છે. ફ્લેગશિપ એલજી OLED97G4 ટીવી મોડલની કિંમત 2049990 રૂપિયા છે.