Vivoએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન : આકર્ષક લુક સાથે ફોનમાં અનેક આકર્ષક ફીચરનો સમાવેશ
Vivoના યુઝર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. Vivoએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ મોબાઈલનું નામ Vivo Y18e છે. આ નવો એન્ટ્રી લેવલ ફોન છે. તેમાં ડ્યુઅલ રિંગ ડિઝાઇન હશે. તો ચાલો જાણીએ શું છે આ ફોનમાં વિશેષતાઓ
Vivo Y18eના આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી, ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હશે. ઉપરાંત, તેમાં વિસ્તૃત રેમની સુવિધા હશે. આ સ્માર્ટફોન સાથે ચાર્જર આપવામાં આવશે નહીં. Vivo Y18eની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ ટૂંક સમયમાં તેની કિંમત પણ જાહેર કરવામાં આવશે.
Vivo Y18e ની વિશિષ્ટતાઓ
Vivo Y18eમાં 6.56-ઇંચની LCD સ્ક્રીન છે. તે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં 1612×720 રિઝોલ્યુશન છે. તેની પાસે TUV Rhineland Blue Lightનું સર્ટિફિકેશન છે. તેમાં વોટરડ્રોપ નોચનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Vivo Y18e પ્રોસેસર અને બેટરી
Vivo Y18e માં MediaTek Helio G85 પ્રોસેસર સાથે Mali G52 GPU છે. તેમાં 4GB LPDDR4X રેમ અને 4GB વિસ્તૃત રેમની સુવિધા હશે. સ્ટોરેજ વિશે વાત કરીએ તો તેમાં 64GB eMMC 5.1 સ્ટોરેજ હશે. તેમાં ડેડિકેટેડ માઇક્રોએસડી કાર્ડ સ્લોટ હશે. આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત FunTouchOS 14 પર કામ કરે છે.
Vivo Y18eનું કેમેરા સેટઅપ
Vivo Y18eમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં પ્રાથમિક કેમેરા 13MP છે, જે f/2.2 અપર્ચર સાથે આવે છે. તેમાં સેકન્ડરી કેમેરા VGA સેન્સર હશે. તેની સાથે LED ફ્લેશ લાઈટ મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5MP કેમેરા આપવામાં આવ્યો છે.