Redmi Note 13R લોન્ચ, જાણો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ
રેડમી નોટ 13આર ચીનમાં લોન્ચ થયો છે. આ લેટેસ્ટ Redmi Note 13R સ્માર્ટફોન ગયા વર્ષે ચીનમાં લોન્ચ થયેલા રેડમી નોટ 12આરનું અપગ્રેડ વેરિઅન્ટ છે. નોટ સીરીઝના આ નવા ફોનને 6.79 ઇંચની ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 4 જેન 2 પ્રોસેસર અને 50MP પ્રાઇમરી રિયર સેન્સર જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
રેડમી નોટ 13આર સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,399 યુઆન (લગભગ 16 હજાર રૂપિયા) છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,599 યુઆન (લગભગ 19,000 રૂપિયા), 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,799 યુઆન (લગભગ 21,000 રૂપિયા) અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,999 યુઆન (લગભગ 23,000 રૂપિયા) છે.
સ્માર્ટફોનના ટોપ-એન્ડ 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 2,199 યુઆન (લગભગ 25,000 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. રેડમી નોટ 13આરને આઇસ ક્રિસ્ટલ સિલ્વર, લાઇટ સી બ્લૂ અને મિડનાઇટ ડાર્ક કલરમાં ખરીદી શકાય છે.
રેડમી નોટ 13આર સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ ફોન હાઇપરઓએસ પર ચાલે છે. હેન્ડસેટમાં 6.79 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનની વચ્ચે સેલ્ફી કેમેરા માટે પંચ-હોલ કટઆઉટ છે. હેન્ડસેટમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
કેમેરાની વાત કરીએ તો રેડમી નોટ 13આરમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી માટે રેડમી નોટ 13આર સ્માર્ટફોન માં બ્લૂટૂથ, ગ્લોનાસ, જીપીએસ, એનએફસી, યુએસબી ટાઇપ-સી પોર્ટ, વાઇ-ફાઇ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.