કાઈનેટિક ગ્રીન દ્વારા ઝૂલુનું લોન્ચિંગ : યુવાનો માટે ડિઝાઇન કરવામાં આવેલું ઈ સ્કૂટર
કાઈનેટિક ગ્રીન, ભારતની લીડીંગ ઇલેક્ટ્રિક વિહીકલ મેન્યુફેક્ચર કંપનીએ મુંબઈના એક ઇવેંટમાં, પોતાનું તદ્દન નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ‘ઝૂલુ’ લોન્ચ કર્યું. કાઈનેટિક ગ્રીને વધુ એક બ્રાન્ડ આઇડેન્ટિટી તેમજ બ્રાન્ડ ફિલોસોફી સૂત્ર ‘‘પ્લેનેટ એટ અવર હાર્ટ’’ પણ પ્રસ્તુત કર્યાં.
સુલજ્જા ફિરોડિયા મોટવાણી, ફાઉન્ડર અને સી. ઈ. ઓ. ઓફ કાઈનેટિક ગ્રીને, કહ્યું કે, “આજની ઘડી કાઈનેટિક ગ્રીન ફેમિલી તેમજ સમસ્ત ઈવિ ઇન્ડસ્ટ્રી માટે એક યાદગાર ઘડી છે. કાઈનેટિક ગ્રુપ તેમની અજોડ પ્રોડક્ટ્સ કાઈનેટિક હોન્ડા અને કાઈનેટિક લૂના માટે લાખોના પ્રેમપાત્ર તેમજ જગવિખ્યાત છે. કાઈનેટિક ‘ઝૂલુ’ લોન્ચ કરતાંની સાથે અમે સહર્ષ જણાવીએ છીએ કે અમે ભવિષ્યમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલરની રેન્જને હવે ગ્રીન અવતારમાં લોન્ચ કરવાના છીએ.
કાઈનેટિક ઝૂલુમાં અનેક અદ્યતન ફીચર્સ અને આવિષ્કારો સમાવિષ્ટ છે, તેમજ અનન્ય સ્પીડ, અવનવી રેન્જ, અને લકઝુરિયસ કમ્ફર્ટ પણ. ઈવિ તરફ વળવા ઇચ્છતા લોકો માટે આ ખૂબ ઉત્કૃષ્ટ ચોઈસ છે, તેમજ જેન ઝી અને યૂથ માટે ઝૂલુ તેઓના જીવનની સૌપ્રથમ આઝાદી અને મોબિલિટીની ધાડ બની શકે એમ છે. ભારતીય કસ્ટમર માટે ખાસ બનાવેલી ઝૂલુ, કમ્ફર્ટેબલ છતાં હાઈ પરફોર્મન્સ કમ્યુટ, રાઇડિંગ એક્સપિરિયન્સ વડે, ભારતના વાહન વ્યવહારમાં ક્રાંતિ લાવશે.