વડાપ્રધાનની ગૂગલના સીઇઓ પિચાઈ સાથે મહત્વની બેઠક, અનેક મુદ્દા પર ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ સાથે મહત્વની વાતચિત કરી હતી . બંને વચ્ચે આ વાતચીત વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન થઈ હતી. પિચઈ સાથેની બેઠક દરમિયાન મોદીએ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને વિસ્તારવા માટે ગૂગલની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી .
આ દરમિયાન મોદીએ સુંદર પિચાઈ પાસેથી ગૂગલની ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી લીધી હતી . વડાપ્રધાનએ ભારતમાં ક્રોમબૂક્સ બનાવવા માટે એચપી સાથે ગૂગલની ભાગીદારીની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે એઆઈ ટૂલ્સમાં ભારતીય ભાષાઓને સપોર્ટ કરવાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે તેમણે ટેક જાયન્ટ ગૂગલને સુશાસન માટે એઆઈ ટૂલ્સ પર કામ કરવાનું ચાલુ રાખવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
વડા પ્રધાન એ પણ ગૂગલની યોજનાને આવકારી છે જેમાં કંપનીએ ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ખાતે વૈશ્વિક ફિનટેક ઓપરેશન્સ સેન્ટર ખોલવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે ભારત ડિસેમ્બર 2023માં AI સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. મોદીએ આ AI સમિટમાં હાજરી આપવા માટે સુંદર પિચાઈને આમંત્રણ આપ્યું હતું જેનો પિચઈએ સ્વીકાર કર્યો હતો.