ટ્રમ્પ કાળઝાળ: ગેરકાયદે પ્રવાસીઓને હાંકી કાઢવા મિલિટરીની ઉપયોગ કરશે
સરહદની સલામતી માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરશે
પ્રમુખપદ સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની બહુચર્ચિત એન્ટી ઇમિગ્રેશન પોલીસીનો કડક અમલ શરૂ કરી દેશે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સવાલના જવાબમાં તેમણે સરહદની સલામતી સંદર્ભમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનો અને દસ્તાવેજ ન ધરાવતા ઇમિગ્રન્ટ્સનો સામુહિક દેશ નિકાલ કરવા માટે અમેરિકન મીલેટરી નો ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન લાખો ગેરકાયદે પ્રવાસીઓને હાંકી કાઢવાનું અને મેક્સિકો સરહદ પર થતી ઘૂસણખોરી અટકાવવાનું વચન આપ્યું હતું. મેક્સિકો માંથી પ્રવેશતા ઘૂસણખોરો અમેરિકામાં હત્યાઓ અને બળાત્કારો કરશે તેવી ડરામણી ચેતવણી તેમણે આપી હતી. ટ્રમ્પના ભવ્ય વિજય માટે તેમની આ પોલીસી કારણભૂત હોવાનું માનવામાં આવે છે.
ટ્રમ્પની કેબીનેટમાં ઈમિગ્રેશન એન્ડ કસ્ટમસ એનફોર્સમેન્ટના ભૂતપૂર્વ વડા ટોમ હોમાનના સમાવેશને પણ ખૂબ સૂચક માનવામાં આવે છે.ટ્રમ્પે તેમને ‘ બોર્ડર ઝાર ‘ ગણાવ્યા હતા. હોમાન ઈમિગ્રેશનના કટ્ટર વિરોધી છે. જુલાઈ મહિનામાં મળેલા રિપબ્લિકન પાર્ટીના નેશનલ કન્વેનશનમાં તેમણે જો બાઈડેન ને અમેરિકા ફરજ મુક્ત કરી રહ્યા હોવાનું જણાવી લાખો ગેરકાયદે પ્રવાસીઓને બિસ્તરા પોટલા બાંધી લેવાની ચેતવણી આપી હતી.
એક અંદાજ મુજબ અમેરિકામાં 1.10 કરોડ લોકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. એ બધાનો દેશ નિકાલ કરવાના ટ્રમ્પના અભિયાનને કારણે બે કરોડ કરતાં વધારે કુટુંબો અસરગ્રસ્ત બંધ છે તેવું માનવામાં આવે છે.