શું એપ્રિલના અંતમાં રિલીઝ થશે ‘મિર્ઝાપૂર-૩’?
આ સિઝનમાં હશે ૫ ગીત: જોવા મળશે ભોજપુરી સ્ટાઇલનો તડકો
ઓટીટી પર ‘મિર્ઝાપૂર સિઝન-૩’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં હવે આ સિરીઝની રિલીઝ ડેટ સામે આવી છે. તમને જણાવી દઈએ કે, આ સિઝનમાં ગુડ્ડુ ભૈયા અને કાલીન ભૈયા સાથે ભોજપુરી અંદાજનો તડકો જોવા મળશે.
વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી મિર્ઝાપૂર વેબ સિરીઝ તે વર્ષની સુપરહીટ સિરીઝ હતી. વર્ષ ૨૦૨૦માં આ સિઝનનો બીજો ભાગ આવ્યો હતો. આ સિરીઝ પર દર્શકોએ ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો. હવે આ સિઝનનો ત્રીજો ભાગ જલ્દી જ આવી રહ્યો છે. આ સિઝનમાં ભોજપુરી અંદાજ જોવા મળશે. એવું જાણવા મળ્યું છે કે, આ સિઝનમાં પૂર્વાંચલ બાજુની વાર્તા પૂરી કરીને ભોજપુરી અંદાજ દેખાડવામાં આવશે. સિરીઝના સંગીતકાર આનંદ ભાસ્કરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ વખતે મિર્ઝાપૂરની ત્રીજી સિઝનમાં ૫ ગીત હશે. ગીતકાર ગિન્ની દીવાને બધા ગીતને ખૂબ જ શાયરાના અંદાજમાં લખ્યા છે.
એમણે આગળ કહ્યું હતું કે, બીજી સિઝનમાં આ સિરીઝની વાર્તા પૂર્વાંચલથી બિહારમાં જતી રહી છે. જેના કારણે ત્રીજી સિઝનમાં એક-બે ગીતમાં ભોજપુરી ટચ જોવા મળશે. મિર્ઝાપૂરની રિલીઝ ડેટ અંગે રિપોર્ટસનું માનવામાં આવે તો આ સિરીઝની ત્રીજી સિઝન એપ્રિલ ૨૦૨૪ના અંત સુધીમાં એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ શકે છે. જો કે, મેકર્સ દ્વારા મિર્ઝાપૂર-૩ને લઈને કોઈ ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી નથી.