શા માટે અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાયબર સેલે પાઠવ્યું સમન્સ ??
ફરી એકવાર મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની એપ્લિકેશનની સપોર્ટિંગ એપ ચર્ચામાં આવી છે જેમાં મહારાષ્ટ્ર સાયબર સેલે અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ પાઠવ્યું છે. તમન્ના ભાટિયાને ફેરપ્લે એપ પર IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં સાક્ષી તરીકે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી, જેના કારણે વાયાકોમને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. તેમને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સાયબર સેલે આ મામલે ગાયક બાદશાહ અને જેકલીન ફર્નાન્ડીઝ સાથે પણ વાત કરી છે.
આ એપ મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ એપ સાથે જોડાયેલી છે. સાયબર સેલના જણાવ્યા અનુસાર આ કેસમાં તમન્નાનું નિવેદન નોંધવામાં આવશે. એક્ટ્રેસને પૂછવામાં આવશે કે ફેરપ્લે માટે તેમનો સંપર્ક કોને કર્યો અને તેના માટે તેને કેટલા પૈસા મળ્યા હતા. આ અંગે સંજય દતને પણ 23 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તે તેમની સમક્ષ હાજર થાય ન હતા. તેના બદલે તેણે પોતાનું નિવેદન નોંધવા માટે તારીખ અને સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે તે તારીખે તે ભારતમાં ન હતો.
નોંધનીય છે કે મહારાષ્ટ્ર સાયબર સેલે વાયાકોમની ફરિયાદ પર ફેર પ્લે એપ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. તમન્નાએ ફેર પ્લેનો પ્રચાર કર્યો હતો.વાયાકોમે ફરિયાદમાં દાવો કર્યો છે કે ફેર ફ્લેએ ગેરકાયદેસર રીતે IPL 2023 નું સ્ક્રીનિંગ કર્યું હતું અને તેના કારણે તેમને નુકસાન થયું હતું. આ પહેલાં આ જ કેસમાં મહારાષ્ટ્ર સાયબર સેલે ગાયક બાદશાહ, સંજય દત્ત અને જેક્લિન ફર્નાન્ડીઝના મેનેજરના નિવેદનો નોંધ્યા હતા.