‘પાતાલ લોક’ની બીજી સિઝનમાં નવું શું હશે?
સિરીઝના લીડમાં રહેલા જયદીપ અહલાવતે બીજી સિઝન અંગે કહી રોચક વાત
એમેઝોન પ્રાઇમ વિડીયો પર વર્ષ ૨૦૨૦માં આવેલી વેબ સિરીઝ પાતાલ લોક ઘણી જ ચર્ચામાં રહી હતી. આ સિરીઝમાં જયદીપ અહલાવત લીડ રોલમાં હતા અને તેમના પાત્ર હાથી રામ ચૌધરીને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. ઘણા સમયથી આ વેબ સિરીઝના બીજા ભાગની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે જયદીપ અહલાવતે એક ઇન્ટરવ્યૂમાં સિરિઝને લઈને વાત કરી છે.
જયદીપ અહલાવતના મત મુજબ પાતાલ લોક સિઝન-૨ પહેલા કરતાં વધારે દમદાર રહેવાની છે. એમણે કહ્યું હતું કે, જે દિવસે મે પહેલીવાર વાર વાર્તા વાંચી હતી ત્યારે મને સમજમાં નટી આવી. કારણ કે તે ઘણી કોમ્પલિકેટેડ હતી. સિઝન-૧માં વચ્ચે વચ્ચે થોડી હસી-મજાક હતી. હવે બીજી સિઝનમાં આવું નથી થવાનું. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કઈક નવું કરવાનું છે.
જયદીપ અહલાવતે વધુમાં કહ્યું હતું કે, પાતાલ લોકની બીજી સિઝન પહેલા કરતાં ઘણી જ સિરિયાસ હશે. દર્શકોને ઘણી જ મજા આવશે. જો કે ઇન્ટરવ્યૂ દરમિયાન એમણે સિરીઝ ક્યારે રિલીઝ થશે તે અંગે કોઈ જાણકારી આપી નહતી.