Tvfના નવા શો “અરેન્જ્ડ કપલ”નું ટ્રેલર રિલીઝ
સિરીઝમાં વિવાહિત જીવનમાં આવતી સમસ્યા અને સંઘર્ષને દર્શાવ્યા છે સુંદર રીતે
નવા શો “અરેન્જ્ડ કપલ”નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ સિરીઝમાં વિવાહિત જીવનના તે પાસાઓ પર ખૂલીને વાત કરવામાં આવી છે કે જેનાથી લાખો કપલ સંઘર્ષ તો કરે છે પણ ક્યારેય કાઇ બોલી શકતા નથી. ટ્રેલર જોઈને એવું લાગે છે કે, તે દર્શકો સાથે ખુબ સારી રીતે જોડાઈ રહ્યું છે.
Tvfએ “અરેન્જ્ડ કપલ”નું ટ્રેલર રિલીઝ કર્યું છે જેમાં વિવાહિત જીવનમાં આવનારી જુદી-જુદી સમસ્યા અને ખુશીઓને સુંદર રીતે દર્શાવ્યું છે. આ ટ્રેલરની શરૂઆત એક કલપના પ્રિ-વેડિંગ પીઠી સેરેમનીથી થાય છે. જેની સાથે જ એક સવાલ આવે છે, એક વાત જણાવો, જો તમે બન્નેને સમજવા માટે લગ્ન પહેલા ચાન્સ મળ્યો હોત તો તમે લગ્ન કરતા?
બાદમાં તરત જ બીજા સીનમા કપલ કોઈ કાઉન્સેલર સામે દેખાય છે અને તે જ સવાલ પૂછી રહ્યા છે. તે કપલને જણાવે છે કે, તમારા બંનેમાં કઈ જ કોમન નથી. તે પછી બન્ને બેકાર દલીલ કરવા લાગે છે. બીજા હિસ્સામાં દેખાડવામાં આવ્યું છે કે, આ જોડી એક બીજા માટે પરફેક્ટ નથી. તમને જણાવી દઈએ કે અરેન્જ્ડ કપલ 19મી જુલાઇ એટલે કે આજે રિલીઝ થવાની છે.