‘અનદેખી-૩’નું ટ્રેલર થયું રિલીઝ..જુઓ
પહેલાની બે સિઝન કરતાં પણ વધુ ખતરનાક જોવા મળશે ‘પાપજી’
વેબ સિરીઝ ‘અનદેખી’ની ત્રીજી સિઝનનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જ્યારે તેની રિલીઝ થવાની તારીખ પણ હવે સામે આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે ‘અનદેખી’ વેબ સિરીઝના બે ભાગ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. હવે નિર્માતાઓ ત્રીજી સિઝન લઈને આવી રહ્યા છે.
સોની લિવની સુપરહિટ અને થ્રિલર સિરીઝ ‘અનદેખી’ની બે સિઝન હિટ રહી છે. આ સિરીઝમાં હિમાચલ પ્રદેશના મનાલીમાં રહેતા અટવાલ પરિવારની વાર્તા દેખાડવામાં આવી છે. આ પરિવારના મોભીને બધા પાપાજી કહે છે. સિરીઝમાં પાપાજીએ નશામાં ધૂત થઈને પોતાના જ પુત્રના લગ્નમાં નાચવાવાળી એક છોકરીને ગોળી મારી દીધી હતી જે વાર્તા પહેલી બે સિઝનમાં દેખાડવામાં આવી હતી.
હવે ત્રીજી સિઝનમાં પણ હિંસા ચાલુ જ રહેવાની છે. આ સિરીઝનું પાત્ર પાપાજી હવે વધુ ખતરનાક અવતારમાં નજરે પડશે. ‘અનદેખી-૩’નું ટ્રેલર જોઈને એવું લાગે છે કે દર્શકોને આ સિરીઝમાં નવો જ રોમાંચ જોવા મળશે. હવે જોવું રહ્યું કે સત્તા અને અસ્તિત્વની લડાઈમાં કોણ બાજી મારે છે.
આ સિરીઝમાં હર્ષ છાયા ઉપરાંત દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, અંકુર રાઠી, સૂર્યા શર્મા, વરુણ બડોલા અને શિવાંગી સિંહ જોવા મળશે. આ સિરીઝ સોની લિવ પર તા.૧૦મેના રોજ સ્ટ્રીમ થશે.