સસ્પેન્સનો અંત: ‘પંચાયત-૩’ની રિલીઝ ડેટ આવી સામે
આ મહિને જ આવી રહી છે પંચાયત: ફુલેરા ગામની પલટન ફરી કરશે ધમાલ
વેબ સિરીઝ ‘પંચાયત’ના ચાહકો માટે ખુશ ખબર આવી છે. આખરે ‘પંચાયત-૩’ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે, આ સિરીઝ આ જ મહિને આવી રહી છે.
એક દિલચસ્પ વાર્તા સાથે ફુલેરા ગામની પલટન ધમાલ કરવા માટે તૈયાર છે. જિતેન્દ્ર કુમાર, નિના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક અને ચંદન રોય પોતાના મજાકીયા અંદાજમાં દર્શકોને હસાવવા આવી રહ્યા છે. દર્શકો આ સિઝનની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે તેમને જણાવી દઈએ કે પંચાયત-૩ સિઝન ૨૮મેથી એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોઈ શકાશે.
દિપક કુમાર મિશ્રાના ડાયરેક્શનમાં બનેલી પંચાયત વેબ સિરીઝના પહેલા બે ભાગ ખૂબ હિટ રહ્યા છે. આ સિરીઝ એક એન્જિનિયર અભિષેક ત્રિપાઠીની વાર્તા દેખાડે છે. જે યુપીના સુદૂર ગામ ફુલેરામાં પંચાયત સચિવના પદ પર નોકરી કરે છે. પંચાયત-૩માં જિતેન્દ્ર કુમાર સચિવજીના રોલમાં નજરે પડશે. જ્યારે નિના ગુપ્તા ફરી એકવાર ગ્રામ પ્રધાન બની છે.