પહેલા કરતાં વધુ રોમાંચ સાથે આવી રહી છે ‘ધ બ્રોકન ન્યૂઝ-2’
પત્રકારોના સંઘર્ષની સાથોસાથ હકીકત અને સનસનીખેજની વચ્ચે એમની લડાઈ પર બની છે કાલ્પનિક સિરીઝ
પહેલી સિરીઝમાં દર્શકોમાં રોમાંચ જગાવનાર અને ચર્ચામાં આવેલી ‘ધ બ્રોકન ન્યૂઝ’ હવે સિઝન-2 સાથે તૈયાર છે. સોનાલી બેંદ્રે, જયદીપ અહલાવત અને શ્રીયા પિલગાંવકારની આ સિરીઝમાં હવે ‘ફાઇટર’ ફેમ અક્ષય ઓબેરોયની પણ એન્ટ્રી થઈ છે. મેકર્સે ટ્રેલર સાથે જ તેની રિલીઝ થવાની તારીખની જાહેરાત પણ કરી દીધી છે.
‘ધ બ્રોકન ન્યૂઝ’ પત્રકારોના જીવન અને સંઘર્ષની સાથોસાથ હકીકત અને સનસનીખેજની વચ્ચે એમની લડાઈ પર બનેલી એક કાલ્પનિક વાર્તા છે. નવી સિઝનમાં ફરી એકવાર મીડિયા કંપનીઓ વચ્ચેની સ્પર્ધા જોવા મળશે.
બે મિનિટ 26 સેકન્ડના ટ્રેલરમાં બે સમાચાર ચેનલો, આવાઝ ભારતી અને જોશ 24*7 વચ્ચેની ટક્કર જોવા મળે છે. હકીકત અને સનસની વચ્ચેની લડાઈ આ વખતે વધુ રોમાંચક લાગી રહી છે. તમને જણાવી દઈએ કે સોનાલી બેંદ્રેએ આ વેબ સિરિઝથી ડેબ્યૂ કર્યું હતું.
પોતાની અદ્દભુત એક્ટિંગ માટે જાણીતા જયદીપ અહલાવતે કહ્યું હતું કે, આ વખતે દર્શકોને પહેલાથી વધારે ન્યૂઝ રૂમ ડ્રામા, એક્શન જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ‘ધ બ્રોકન ન્યૂઝ-2’ ઓટીટી પ્લેટફોર્મ ઝી-5 પર 3 મેના રોજ સ્ટ્રીમ થશે.