આર્યન ખાનની વેબ સિરીઝ ‘સ્ટારડમ’ને લઈને આવી મોટી અપડેટ
શાહરૂખનો પુત્ર આ સિરિઝથી ડાયરેક્ટર તરીકે કરી રહ્યો છે ડેબ્યૂ
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની વેબ સિરીઝ ‘સ્ટારડમ’માં એનિમલ ફિલ્મમાં ધમાલ મચાવનાર બોબી દેઓલ પણ જોવા મળશે. જાણવા મળતી વિગતો પ્રમાણે બોબીએ આ સિરિઝનું શૂટિંગ પૂરું કર્યું છે અને હવે તે ડબિંગની તૈયારીમાં લાગી ગયો છે.
આર્યન ખાનની વેબ સિરીઝ ‘સ્ટારડમ’માં શો બિઝની દુનિયાને દેખાડવામાં આવશે. જેમાં આર્યન ડાયરેક્ટરના રૂપમાં ડેબ્યૂ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તે આ વેબ સિરીઝના શૂટિંગમાં સતત વ્યસ્ત હતો. એવું જણાવા મળી રહ્યું છે કે, બોબી દેઓલ આ સિરીઝમાં મહત્વના રોલમાં જોવા મળશે.
એક રીપોર્ટમાં જણાવાયું છે કે, બોબી દેઓલે માર્ચ મહિનામાં પોતાના ભાગનું શૂટિંગ પૂરું કરી લીધી છે. છેલ્લું સેડયુલ યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયો અને મુંબઈના ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં ફિલ્માવવામાં આવ્યું છે. બોબીના કામથી આખું યુનિટ ખુશ થયું હતું.
મહત્વનું છે કે, આર્યનની ‘સ્ટારડમ’ વેબ સિરીઝમાં શાહરુખ ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર અને કરણ જૌહર જેવા સ્ટાર કોમિયો કરતાં દેખાવાના છે.