સાઉથ ઇન્ડિયન સ્ટાર ગોપીચંદની ‘ભીમા’ ઓટીટી પર રિલીઝ થશે
ડિઝની પ્લસ હોટ સ્ટાર પર 25મી એપ્રિલે થશે સ્ટ્રીમ
સાઉથ ઇન્ડિયન સ્ટાર ગોપીચંદ તાજેતરમાં પોતાની ફિલ્મ ‘ભીમા’ને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે હવે આ ફિલ્મ થિયેટર બાદ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.
ગોપીચંદ સાઉથ ઇન્ડિયન સિનેમાનો સ્ટાર છે. તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેને કારણે તે દર્શકોનું મનોરંજન કરે છે અને એટલે જ તેનું ફેન ફોલોવિંગ પણ ઘણું મોટું છે. તેની નવી ફિલ્મ ‘ભીમા’ 8 માર્ચે થિયેટરમાં રિલીઝ થઈ હતી અને હવે તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર છે.
ડિઝની પ્લસ હોટ સ્ટારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર દર્શકો સાથે જાણકારી શેર કરવામાં આવી છે. એમણે ‘ભીમા’નું ટ્રેલર શેર કર્યું છે અને જણાવ્યું છે કે, 25 એપ્રિલથી આ ફિલ્મ ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે. હવે દર્શકો ઘરે બેઠા આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકશે.
આ ફિલ્મમાં બે જુડવા બાળકોની વાર્તા છે. જેમાં એક પોલીસ ઇન્સ્પેકટર બને છે અને એક પૂજારી. કોઈક રીતે પોલીસવાળાનું મોત થઈ જાય છે અને તેની આત્મા એના ભાઈના શરીરમાં વાસ કરવા લાગે છે. બાદમાં શું થાય છે? તે ખૂબ જ રોચક છે. તે જોવા માટે તમારે 25 એપ્રિલની રાહ જોવી પડશે.
