સીન પરફેક્ટ ન થાય ત્યાં સુધી શાહરુખ રિહર્સલ કરે છે: તાપસી પન્નુ
શાહરુખ ખાન સાથે ડંકીમાં તાપસી પન્નુ જોવા મળી રહી છે. તાપસીનું કહેવુ છે કે શાહરુખને દરેક સીનનું રિહર્સલ કરવુ ગમે છે. આ ફિલ્મને રાજકુમાર હીરાણીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમા વિકી કૌશલ અને બમન ઈરાની પણ જોવા મળે છે. શાહરુખના કામ કરવાની રીતની પ્રશસા કરતા તાપસીએ કહ્યુ કે બચ્ચન સરની જેમ શાહરુખ સરને પણ રિહર્સ કરવુ ગમે છે.
તેઓ ત્યા સુધી રિહર્સલ કરે છે જ્યા સુધી ડાયલૉગ બરાબર મોઢે ન થઈ જાય. તેઓ થિયેટર ઍક્ટર છે જે ફિલ્મ ઍક્ટર બની ગયા છે. એથી તેમને રિહર્સલ કરવુ ગમે છે. તેઓ એક ટે્રઇન્ડ ઍક્ટર છે. કોઈ ફીમેલ ઍક્ટરને આવી કમર્શિયલ ફિલ્મમા કામ કરવાની તક નહીં મળે જેમા શાહરુખ ખાન સાથે લવ સ્ટોરી હોય. આ જીવનમા એક વખત મળતી તક છે. હુ જાણું છુ કે મારું લિમિટેશન માત્ર બે કે ત્રણ ટેક્સ સુધી જ સીમિત છે. મને એવુ લાગતું હતુ કે જો તેઓ પચાસ વખત રિહર્સ કરે તો મારે એ એનર્જી અને જોશ લાવવાની જરૂર હતી અને મેં એ કર્યું પણ.