શાહરૂખને ‘જવાન’ માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,’એનિમલ’ને 5 એવોર્ડ
અબુ ધાબીમાં આયોજિત IIFA 2024માં કલાકારોનો જલવો : શાહિદ કપૂર, કૃતિ સેનન અને વિક્કી કૌશલે સ્ટેજ પર જોરદાર પરફોર્મ કર્યું
ભારતીય સિનેમાની શ્રેષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કરવા માટે અબુ ધાબીમાં IIFA 2024 એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં બેસ્ટ એક્ટરથી લઈને બેસ્ટ ફિલ્મ સુધીની કેટેગરીમાં અને ખાસ કેટેગરીમાં પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. શાહરૂખ ખાનને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ મળ્યો હતો, તો રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ને 5 એવોર્ડ મળ્યા હતા.
બોલિવૂડ સિતારાઓએ એમના શાનદાર પરફોર્મન્સથી આ એવોર્ડ્સને યાદગાર બનાવ્યા. શાહિદ કપૂર, કૃતિ સેનન અને વિક્કી કૌશલે સ્ટેજ પર જોરદાર પરફોર્મ કર્યું. શાહિદ કપૂરનો પ્રભુ દેવા અને કૃતિ સેનન સાથે ડાન્સ જોઈને દર્શકો ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા.
બોલિવૂડના ‘બાદશાહ’ શાહરૂખ ખાનને 2023ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. તેમનો એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે શાહરૂખ ખાનને એવોર્ડ આપવા માટે હાજર ફિલ્મ નિર્માતા મણિરત્નમના પગે લાગ્યો હતો અને એઆર રહેમાનને ઉષ્માપૂર્વક ગળે લગાવ્યા હતા.
‘એનિમલ’એ પોતાના નામે કર્યા 5 એવોર્ડ
ફિલ્મ ‘એનિમલ’ને 5 કેટેગરીમાં એવોર્ડ મળ્યા હતા. ‘એનિમલ’ એ IIFA 2024માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ જીત્યો હતો. આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળેલા બોબી દેઓલને તેના અભિનય માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. અનિલ કપૂરને ‘એનિમલ’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ મળ્યો હતો.
‘એનિમલ’એ મ્યુઝિક કેટેગરીમાં 2 એવોર્ડ જીત્યા
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ને મ્યુઝિક કેટેગરીમાં પણ બે એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ મ્યુઝિક ડિરેક્શનમાં પહેલો એવોર્ડ ‘સતરંગા’ને અને બીજો એવોર્ડ બેસ્ટ સોંગ કેટેગરીમાં આપવામાં આવ્યો હતો.
પીઢ અભિનેત્રી શબાના આઝમીને ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે શ્રેષ્ઠ સહાયક ભૂમિકા (ફિમેલ) કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે રાની મુખર્જીએ ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’માં તેની હૃદયસ્પર્શી ભૂમિકા માટે NEXA IIFA 2024 ટ્રોફી જીતી હતી.
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટેનો એવોર્ડ હેમા માલિનીને આપવામાં આવ્યો હતો. સલમાન ખાનની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રીને ‘ફરે’માં તેના શાનદાર અભિનય માટે વર્ષની શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રીનો ખિતાબ મળ્યો હતો.
કોને કયો એવોર્ડ
બેસ્ટ એક્ટર- રાની મુખર્જી (‘મિસેજ ચેટર્જી વર્સેસ નોર્વે’)
બેસ્ટ એક્ટર- શાહરુખ ખાન (‘જવાન’)
બેસ્ટ ડાયરેક્ટર- વિધુ વિનોદ ચોપરા
બેસ્ટ ફિલ્મ- ‘એનિમલ’
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- શબાના આઝમી
બેસ્ટ પરફોર્મન્સ ઇન નેગેટિવ રોલ- બોબી દેઓલ
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન- પ્રીતમ, વિશાલ મિશ્રા, માનવ ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, અશીમ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)- ભૂપિન્દર બબ્બલ, અર્જન વેલ્લે
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)- શિલ્પા રાવ
સ્પેશિયલ એવોર્ડ્સ
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ- હેમા માલિની
ડેબ્યુટંટ ઓફ ધ ઇયર- અલિજેહ અગ્નિહોત્રી
સર્વશ્રેષ્ઠ કહાની- ઇશિતા મોઇત્રા, શશાંક ખેતન, સુમિત રોય
સર્વશ્રેષ્ઠ ગીત- સિદ્ધાર્થ સિંહ અને ગરિમા વહલ
સિનેમામાં 25 વર્ષ પૂરા કરવાની ઉપલબ્ધિ- કરણ જોહર