‘મિર્ઝાપૂર-3’ને લઈને રસિકા દુગ્ગલે શેર કરી દિલચસ્પ જાણકારી
વેબ સિરીઝમાં તેનું ફેવરિટ પાત્ર છે ગુડ્ડુ ભૈયા
મોસ્ટ આવેઇટેડ વેબ સિરીઝ ‘મિર્ઝાપૂર-3’ને લઈને બીના ત્રિપાઠી ઉર્ફ રસિકા દુગ્ગલે કેટલીક દિલચસ્પ જાણકારી શેર કરી છે. એક ઇન્ટરવ્યૂમાં રસિકાએ અલી ફઝલ વિશે પણ વાત કરી હતી. ચાલો તમને જણાવીએ કે શું કહ્યું હતું રસિકા દુગ્ગલે.
ક્રાઇમ ડ્રામા વેબ સિરીઝ ‘મિર્ઝાપૂર’ દર્શકોની ફેવરિટ સિરીઝમાંથી એક સિરીઝ છે. અત્યાર સુધીમાં આ સિરીઝના બે ભાગ આવી ચૂક્યા છે અને હવે ત્રીજાભાગની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તેને લઈને વેબ સિરીઝમાં બીના ત્રિપાઠીનું પાત્ર ભજવનાર રસિકા દુગ્ગલે કેટલીક જાણકારી શેર કરી હતી.
આ ઇન્ટરવ્યૂમાં રસિકાએ ખુલાસો કર્યો હતો કે આ સિરીઝ કેમ આટલી હિટ છે? તેણીએ કહ્યું હતું કે, મિર્ઝાપૂરના ખૂબ ફેન્સ છે. મારૂ માનવું છે કે લોકોએ આ સિરીઝના પાત્રોને સમજ્યા છે. આ શો ઢોંગ વિશે નથી તેથી જ લોકો તેની સાથે જોડાય છે. આ સિરીઝના તેના ફેવરિટ પાત્ર વિશે રસિકાએ કહ્યું હતું કે, મિર્ઝાપૂરમાં તેનું ફેવરિટ પાત્ર ગુડ્ડુ ભૈયા છે. જેને અલી ફઝલે નિભાવ્યું છે. આ પાત્ર એટલું પ્રેમાળ છે કે તેને હું પણ ભજવવાનું પસંદ કરીશ.
‘મિર્ઝાપૂર-3’ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે. હજુ સુધી તેની તારીખ જાહેર નથી થઈ પરંતુ આશા છે કે તે આ વર્ષે જૂન અથવા જુલાઈમાં રિલીઝ થશે.