ફિલ્મ ‘રામાયણ’ માટે રણબીર કપૂરે કર્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, જુઓ વિડીયો
રણબીર કપૂરની ફિલ્મ એનિમલને ભવ્ય સફળતા મળી હતી. એનિમલમાં રણવીર કપૂરના લુક્સ અને તેની એક્ટિંગની પણ લોકો પ્રશંશા કરી રહ્યા હતા ત્યારબાદ હવે રણબીર કપૂર પોતાની આગામી ફિલ્મ રામાયણ માટે પોતાનું બોડી મેન્ટેન કરી રહ્યા છે. રણબીર કપૂર નિતેશ તિવારીની ‘રામાયણ’ ફિલ્મ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યો છે. તે સખત મહેનત કરી રહ્યો છે
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં પોતાના ફેન્સને ફિટનેસ ગોલ આપી રહ્યો છે. તાજેતરમાં, તે પર્વતો અને જંગલોમાં
પરસેવો પાડતો જોવા મળ્યા હતા. હવે તેના ફિઝિકલ ટ્રેનરે તેના જબરદસ્ત પરિવર્તનના ફોટા શેર કર્યા છે અને બતાવ્યું છે કે કેવી રીતે 3 વર્ષમાં તેનો સંપૂર્ણ દેખાવ ‘એનિમલ’ થી આગામી ફિલ્મ ‘રામાયણ’માં બદલાઈ ગયો છે.
રણબીર કપૂરના ફિઝિકલ ટ્રેનર શિવોહમે અભિનેતાની શારીરિક સફરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. પહેલી તસવીર ‘એનિમલ’ દરમિયાનની છે. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી અને આ માટે રણબીરે ઘણું વજન વધાર્યું હતું. બીજી અને ત્રીજી તસ્વીરમાં તેના સિક્સ પેક, મસલ્સ અને ટોન્ડ બોડી સ્પષ્ટ દેખાય છે, જે છેલ્લા ઘણા દિવસોથી તેની મહેનતનું પરિણામ છે.
41 વર્ષના રણબીર કપૂરે ફિલ્મ ‘રામાયણ’ માટે આવી બોડી બનાવવા માટે ઘણી મહેનત કરી છે. આ પહેલા તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે સ્વિમિંગ, પર્વતો પર ચડવું, સાઇકલ ચલાવવી અને દોડવા જેવી આકરી ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન પત્ની આલિયા ભટ્ટ અને પુત્રી રાહાએ પણ તેને સપોર્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે બેકગ્રાઉન્ડમાં પણ જોવા મળ્યો હતો.