રાજકુમાર રાવની “શ્રીકાંત” આજે થશે રિલીઝ
નેટફલિકસે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું પોસ્ટર
રાજકુમાર રાવ સ્ટારર “શ્રીકાંત” થિયેટરમાં 10 મેના રોજ રિલીઝ થતાં જ ધમાલ મચાવી ચૂકી છે. હવે આ ફિલ્મ ઓટીટી પર પણ ધૂમ મચાવવા પૂરી રીતે તૈયાર છે. જો તમે દ્રષ્ટિહીન શ્રીકાંત બાલાના પાત્રમાં રાજકુમાર રાવને જોવાનું ચૂકી ગયા હોય તો હવે તમે આ ફિલ્મ ઓટીટી પર ઘરે બેઠા આરામથી જોઈ શકો છો.
અંતે ઓટીટી પ્લેટફોર્મ નેટફલિકસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રાજકુમાર રાવની “શ્રીકાંત”ને લઈને એક નવી અપડેટ શેર કરી છે. જેના વિશે જાણીને તમે પણ ખુશ થઈ જશો. ફિલ્મ શ્રીકાંત નેટફલિકસ પર રિલીઝ થઈ રહી છે અને સાથે જ ફિલ્મની લાઇવ સ્ટ્રીમિંગની તારીખ પણ જાહેર કરી છે. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ શ્રીકાંતનું એક પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે. જે મુજબ શ્રીકાંત 5 જુલાઇ એટલે કે આજે જ રિલીઝ થવાની છે.
આ ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત જ્યોતિકા, અલાયા એફ અને શરદ કેલકર પણ મુખ્ય પાત્રમાં છે. ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત, ટી-સિરીઝ ફિલ્મ્સ અને ચોક એન ચીઝ ફિલ્મ્સ પ્રોડક્શન એલએલપીના સહયોગથી આ ફિલ્મનું નિદર્શન તુષાર હીરાનંદાનીએ કર્યું છે.
