રાજામૌલી લઈને આવી રહ્યા છે સિરીઝ બાહુબલી ‘ક્રાઉન ઓફ બ્લડ’
એનિમેશન સિરીઝ અંગે ટ્વિટ કરી આપી માહિતી
બાહુબલી અને બાહુબલી-૨ જેવી અનેક સુપરહીટ ફિલ્મો આપનાર ડિરેક્ટર એસએસ રાજામૌલીએ તેમના ફેન્સને નવી ભેટ આપી છે. ડિરેક્ટર એસએસ રાજામૌલીએ બાહુબલી ‘ક્રાઉન ઓફ બ્લડ’ સિરીઝની જાહેરાત કરી છે.
બાહુબલીને એકસપાન્ડ કરવા માટે બાહુબલી ‘ક્રાઉન ઓફ બ્લડ’ એનિમેટેડ સિરીઝની સોશિયલ મીડિયા પર રાજામૌલી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે રાજામૌલીએ એક ટીઝર પણ પોસ્ટ કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને રાજામૌલીએ લખ્યું હતું કે, જ્યારે માહિષ્મતીના લોકો તેમના નામનો જાપ કરે છે, ત્યારે બ્રહ્માંડની કોઈ તાકાત તેમને પાછા ફરવાથી રોકી શક્તિ નથી.
બાહુબલી ક્રાઉન ઓફ બ્લડ એક એનિમેટેડ સિરીઝ છે. આ સિરીઝમાં કેવા પાત્રો હશે? અને કેવું એનિમેશન હશે? તે જાણવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે, ડિરેક્ટર એસએસ રાજામૌલીની બાહુબલી:ધ બિગીનીંગ અને બાહુબલી ૨:ધ કનકલુઝન જેવી ફિલ્મ સુપરહિટ રહી હતી. જ્યારે આર.આર.આર. દ્વારા તેઓ વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. આ ફિલ્મના સોંગ નાટુ, નાટુને બેસ્ટ ઓરીજનલ સોંગ માટે ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો હતો.