મિર્ઝાપૂરની “સલોની ભાભી”ને લોકો મોકલી રહ્યા છે બ્લડ રિપોર્ટ
ત્રીજી સિઝનનું આ પાત્ર સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે ખુબ વાઇરલ
મિર્ઝાપૂરની ત્રીજી સિઝનમાં નેહા સરગમ છવાઈ ગઈ છે. બીજી સિઝનમાં તેનો રોલ નાનો હતો જો કે, ત્રીજી સિઝનમાં તેને સ્ક્રીન પર ઘણી મોટી જગ્યા મળી છે. હાલમાં નેહાને લોકો સલોની ભાભી કહીને બોલાવી રહ્યા છે. તેણીએ કહ્યું હતું કે, લોકો તેને પોતાના બ્લડ રિપોર્ટ મોકલી રહ્યા છે.
મિર્ઝાપૂરની ત્રીજી સિઝન આવી ગઈ છે. જો કે, પહેલી સિઝન જેવો કમાલ કરી શકી નથી. પરંતુ આ સિઝનના કેટલાક પાત્રો વાઇરલ થયા છે અને દરેક જગ્યાએ તેની ચર્ચા ચાલી રહી છે. આવા જ વાઇરલ પાત્રમાંથી એક પાત્ર છે નેહા સરગમ. નેહાએ મિર્ઝાપૂરમાં સલોની ભાભીનું પાત્ર ભજવ્યું છે. જે વિજય વર્મા એટલે કે શુત્રધન ત્યાગીની પત્ની છે.
હાલ સોશિયલ મીડિયામાં નેહા સરગમ છવાયેલી છે. દરેક લોકો તેના વિશે જાણવા માંગે છે. આ વચ્ચે નેહાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના અંગત જીવન અને સિરિઝને લઈને ખુલાસા કર્યા હતા. તેણીએ કહ્યું હતું કે, લોકો તેણીને ઇન્સ્ટાગ્રામ પર પોતાના લોહીના તપાસના રિપોર્ટ મોકલી રહ્યા છે. લોકો કહે છે, મારો લોહીનો રિપોર્ટ જોવો, કહો ક્યાં મોકલવાનું છે લોહી?.
તેણીએ એવું પણ કહ્યું હતું કે, તે એક એવા પરિવારમાંથી આવે છે જ્યાં સંગીત મહત્વનું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, નેહાએ ઇન્ડિયન આઇડલથી શરૂઆત કરી હતી. બે વાર આ શોમાં નસીબ અજમાવ્યું હતું પરંતુ નસીબે સાથ ન આપ્યો. ત્યારબાદ ઇન્ડિયન આઇડલનો એક વિડીયો વાઇરલ થયો હતો અને તેણીને એક્ટિંગ માટે ઑફર્સ મળવા લાગી હતી.