પાકિસ્તાની શો “બરખજ”નું ટ્રેલર રિલીઝ
દાદાજીના કાલ્પનિક છોકરી સાથે લગ્નને લઈને ઘરવાળાઓ થયા પરેશાન
પાકિસ્તાની શો “બરખજ”માં ફવાદ ખાન અને સનમ સઇદની જોડી ફરી એકવાર દર્શકોના દિલ જીતવા આવી રહી છે. 19મી જુલાઈથી આ બંને એક સાથે સ્ક્રીન પણ ધમાલ મચાવશે. આ શોનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
“બરખજ”ના 1 મિનિટ 54 સેકન્ડના આ ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે, એક 76 વર્ષના વૃદ્ધ લગ્ન કરવા માટે બેચેન છે. તેને એવું પણ લાગે છે કે, તેના ઘરમાં તેના છોકરાઓ આ લગ્નથી ખુશ નથી. જો કે અ હકીકત પણ છે અને કોઈ નથી ઇચ્છતું કે આ લગ્ન થાય. હકીકતમાં જે છોકરી સાથે તે લગ્ન કરવા માંગે છે તે એક કોયડો છે અને તે વાસ્તવિક નથી. પરંતુ આ સબંધને લઈને ઘરના બધા સભ્ય ખરાબ રીતે મૂંઝવણમાં હોવાનું જણાય છે. આ સાથે જ ફવાદની પોતાની લવ સ્ટોરી પણ ચાલે છે.
ઘરનો એક છોકરો ફવાદને પૂછે પણ છે કે, દાદાજીને કોઈએ રોક્યા લગ્ન કરતાં રોક્યા કેમ નહી? તો ફવાદ કહે છે કે, ડર. જ્યાં અ લગ્ન ફવાદને ખોટા લાગે છે તો સનમને દાદાના પ્રેમ પર વિશ્વાસ છે. આ સુપરનેચરલ શોમાં સસ્પેન્સ, પ્રેમની સાથે સાથે ઘણા ઇમોશન પણ છે. તમને જણાવી દઈએ કે, 19મી જુલાઇએ આ શો દર મંગળવાર અને શુક્રવારે ઝીંદગી યુટ્યુબ ચેનલ અને જી-5 પર આવશે.