લગ્નમાં જરૂર આવજો…. મુકેશ અંબાણીએ એકનાથ શિંદેને પુત્ર અનંતના લગ્નનુ આમંત્રણ આપ્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહેમાનોને કાર્ડ મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આજે એટલે કે બુધવારે મુકેશ અંબાણી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા અને તેમને તેમના પુત્રના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું
અનંત અંબાણીના લગ્ન ક્યારે છે ?
#WATCH | Mumbai: Reliance Industries Chairman Mukesh Ambani along with his son Anant Ambani and Radhika Merchant met Maharashtra CM Eknath Shinde and extended the invitation for the wedding of Anant Ambani and Radhika Merchant, scheduled on July 12. pic.twitter.com/BpG0WVBjy3
— ANI (@ANI) June 26, 2024
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્ન માટે આમંત્રણ આપવા પહોંચ્યા હતા. ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીના બહુપ્રતિક્ષિત લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ના પ્રતિષ્ઠિત Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે.
નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને આશીર્વાદ લીધા
આ પહેલા સોમવારે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ આશીર્વાદ લેવા કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન શિવને લગ્નનું પહેલું આમંત્રણ આપ્યું હતું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો દિવસ નજીક આવી રહ્યો છે. મુંબઈમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમાં પરંપરા, વૈભવ અને આધુનિકતાનો સમન્વય જોવા મળશે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતી વખતે નીતા અંબાણીએ કહ્યું હતું કે, “અત્યારે હું ભોલેનાથના દર્શન કરવા જઈ રહી છું અને ત્યાર બાદ હું ગંગા આરતી કરવા જઈ રહી છું. હું ખૂબ જ ઉત્સાહિત છું. આજે હું મારા અનંત અને રાધિકા માટે આમંત્રણ પત્ર લઈને આવી છું. આજે હું લગ્ન માટે ભગવાનના ચરણોમાં આ અર્પણ કરું છું.”