એક્શન થ્રિલરથી ભરપૂર મનોજ વાજપેયીની ફિલ્મ “ભૈયા જી” આ તારીખે OTT પર થશે રિલીઝ
- એક્શન થ્રિલરથી ભરપૂર ફિલ્મ જોઈ રૂવાડા ઉભા થઈ જશે
વોઇસ ઓફ ડે
“ધ ફેમિલી મેન-3”ની રિલીઝ થયા પહેલા મનોજ વાજપેયીની દમદાર અને ખતરનાક ક્રાઇમ થ્રિલર ફિલ્મ થિયેટર બાદ ઓટીટી પ્લેટફોર્મ પર આવવાની છે. આ ફિલ્મમાં મનોજ વાજપેયીના દેશી એક્શન જોઈ તમે પણ તેના ફેન થઈ જશો.
મનોજ વાજપેયી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એક જાણીતા અભિનેતા છે. તેઓ પોતાના અભિનય અને અલગ-અલગ પાત્રોથી લોકોના દિલ જીતી ચૂક્યા છે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘સ્પેશિયલ 26’ જેવી અનેક હિટ ફિલ્મ અને વેબ સિરીઝ આપનાર મનોજ વાજપેયીની વધુ એક ક્રાઇમ થ્રીલર ફિલ્મ ઓટીટી પર આવી રહી છે જેનું નામ છે ‘ભૈયા જી’. આ ફિલ્મના એક્શન દ્રશ્યો જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે.
મનોજ વાજપેયી સ્ટારર બદલો લેવાવાળી ડ્રામા ફિલ્મ ‘ભૈયા જી’ હવે ડિઝિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. આ ફિલ્મ 24 મેના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જી-5ના એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કરવામાં આવ્યું છે. જેમાં મનોજ વાજપેયીની દમદાર એક્ટિંગ જોવા મળે છે. ક્રાઇમ થ્રિલર આ ફિલ્મમાં દમદાર ડાયલોગ્સ અને એક્શન દ્રશ્યોથી ભરપૂર છે. ફિલ્મની પોસ્ટ સાથે કેપ્શનથી જાની શકાય છે કે, ફિલ્મ ‘ભૈયા જી’ 26 જુલાઇએ રિલીઝ થશે.