કાન્સ ફેસ્ટીવલમાં કીયારા અડવાણીનો કીલર લુક આવ્યો સામે, જુઓ આકર્ષક તસ્વીરો અને વિડીયો
અભિનેત્રી કિયારા અડવાણીએ પહેલીવાર કાન્સ ફેસ્ટીવલ ઈવેન્ટમાં પહોંચી હતી. તેણીએ કાન્સ ડેબ્યુ માટે સફેદ હાઇ સ્લિટ ગાઉન પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. કિયારાએ આ લૂકનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કિયારા અડવાણીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કેમેરાની સામે પોઝ આપતી જોવા મળી રહી છે.
વીડિયોમાં કિયારા સફેદ હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે, જેની નેકલાઈન ડીપ છે. તેણે મેચિંગ ઈયરિંગ્સ અને હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કિયારા અડવાણી સ્ટાઇલિશ અંદાજમાં કારમાંથી બહાર નીકળે છે અને કેમેરાની સામે કિલર પોઝ આપવા લાગે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કિયારા અહીં સફેદ સાટિન ગાઉનમાં જોવા મળી હતી. જેને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર પ્રબલ ગુરુંગે ડિઝાઈન કર્યું છે, જ્યારે હસીનાને લક્ષ્મી લહેરે આ લુકમાં સ્ટાઈલ કરી છે. કિયારા આ જાંઘ-ઉંચા સ્લિટ ગાઉનમાં દેવદૂતની જેમ સુંદર લાગી રહી હતી. જેમાં તેણીને માથાથી પગ સુધી સુંદર રીતે શણગારવામાં આવી છે.
તે જ સમયે, ઐશ્વર્યા રાયનો બીજો લુક સામે આવ્યો હતો. કાન્સમાં બીજા દિવસે ઐશ્વર્યા પેસ્ટલ પિંક અને ગ્રીન ગાઉનમાં જોવા મળી હતી. અભિનેત્રી 22 વર્ષથી કાનનો ભાગ છે. આ વખતે તેના હાથમાં પણ ફ્રેક્ચર થયું છે. આમ છતાં તેણે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.